Western Times News

Gujarati News

મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને ૪૩ લાખની ઠગાઈ

ભરૂચ બી ડિવિઝન પોલીસે રૂ.૪૩ લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરી

(પ્રતિનિધિ) ભરૂચ, મુંબઈ ની મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને રૂપિયા ૪૩ લાખ ની છેતરપીંડી કરનાર ગેંગના બે સાગરીતોને ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથધરી છે.

માર્ચ મહિનામાં ભરૂચ બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા ફરિયાદી આદમ વલીભાઈ પટેલ અને તેમના પુત્ર મોહસીન પટેલ સાથે મુંબઈ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન અર્થે છેતરપિંડી થઈ હતી.જે અંગે ભરૂચ બી ડીવીઝન પોલીસે તપાસ હાથધરી હતી.પોલીસ તપાસ માં બાતમી મળી હતી કે આ ગુનાના બે આરોપીઓ મુંબઈ ની આર્થર જેલ માં છે.

જેના આધારે પોલીસે ડો.રાકેશ રામનારાયણ વર્મા રહેવાસી, બી બિલ્ડીંગ આનંદ ભવન રૂમ નં.૧૧ ડોક્ટર ક્વાટર નાયર હોસ્પિટલ મુંબઈ તેમજ લવ અવધકિશોર ગુપ્તા. રહેવાસી, બી ૭૦૩ એમ્પાયર સ્ટેટ સેક્ટર ૨૦, ખારગર નવી મુંબઈની ધરપકડ કરી ટ્રાન્સફર વોરન્ટ થી ભરૂચ લઈ આવી તપાસ હાથ ધરી હતી.આ સમગ્ર કૌભાંડ માં ઝડપાયેલા બન્ને આરોપીઓ પૈસાની છેતરપિંડીમાં બીજા અન્ય પણ આરોપીઓ સામેલ હોવાનું જણાતા હતા તે અંગે પૂછપરછ હાથધરી રિમાન્ડ મેળવવા માટે ની કવાયત હાથ ધરવા સાથે અન્ય આરોપીઓ ને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મેડિકલ કોલેજાેમા એડમિશન માટે આવા ઘણા તત્વો સક્રિય બને છે તે માટે તેવો દ્વારા અમુક જૂથ બનાવીને તેઓ એડમિશન લેવા આવનાર વિદ્યાર્થીઓમાં જેના રેન્ક ઓછા હોય છે તેવા વિદ્યાર્થીઓની માહીતી ભેગી કરી તેમના સંપર્ક કરતા હોય છે.

ત્યાર બાદ વિધાર્થી અને તેના વાલી સાથે કોલોજાેમા કાઉન્સિલિંગ બાદ ખાલી પડેલી સીટોનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી લાખોમાં એડમિશન આપવાની લાલચ આપવામાં આવે છે.જેમાં હોસ્પિટલોના એકાદ હેડ સાથે પૈસા આપીને હાથ મિલાવવામાં આવતા હોવાનું પણ પ્રાથમિક તપાસ માં જણાયું હોવાનું ભરૂચ ના ડી.વાય.એસ.પી વિકાસ સુંડા એ જણાવી અન્ય આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.તેવો એ આવા તત્વો ની ચુંગાલમાં ન ફસાવવા પણ લોકો ને અપીલ કરી હતી.

વાલી પોતાના બાળકના ઉજવળ ભવિષ્ય માટે કઈ પણ કરતો હોય છે જેથી તેનો ફાયદો ઉઠાવીને આવા ગેરકાનૂની કૃત્યો કરવા વાલીઓને જાળ માં ફસાવવામાં આવતા હોય છે ત્યારે લોકો એ સતર્ક રહેવા ની આવશ્યકતા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.