મેડિકલ સ્ટુડન્ટ યોગિતા ગૌતમની ર્નિમમ હત્યા

આગરા, આગરાની એસએન મેડિકલ કાલેજની સ્ત્રી રોગ વિભાગની પીજી સ્ટુડન્ટ ડો. યોગિતા ગૌતમની ર્નિમમ હત્યાના મામલામાં પોલીસે સાથી ડો.ક્ટર વિવેક તિવારીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, બુધવાર સવારે ફતેહાબાદ હાઈવે પર બમરૌલી કટારા વિસ્તારમાં ડાૅ. યોગિતા ગૌતમની લાશ મળી હતી. તેમના માથા પર પ્રહાર કરી હત્યા કરવામાં આવી હતી. આ પહેલા યોગિતાના ભાઈ ડો. મોહિન્દર કુમાર ગૌતમે ઉરઇમાં તૈનાત મેડિકલ ઓફિસર ડો. વિવેક તિવારીની વિરુદ્ધ આગ્રાના એમએમ ગેટ પોલીસ સ્ટેશનમાં બહેનના અપહરણનો કેસ નોંધાવ્યો હતો.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
એડીજી અજય આનંદે જણાવ્યું કે, બુધવાર સવારે બમરૌલી કટારાની પાસે એક યુવતીની લાશ મળી હતી. યુવતીની ઓળખ ડો. યોગિતા ગૌતમ તરીકે થઈ હતી. આ મામલામાં પોલીસ ટીમે ઉરઈથી આરોપી ડો. વિવેક તિવારીને પકડ્યો છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસની પાસે એ વાતના પણ પુરાવા છે કે વિવેક તિવારી મંગળવાર સાંજે આગ્રામાં જ હતો. નફજગઢ દિલ્હી નિવાસી ડો. મોહિન્દર કુમાર ગૌતમે બહેનના અપહરણ થયાની જાણ પોલીસને કરી હતી. તેઓએ જણાવ્યું કે, તેમની બહેને મુરાદાબાદના તીર્થંકર મહાવીર મેડિકલ કોલેજમાં વર્ષ ૨૦૦૯માં એડમિશન લીધું હતું.
આ દરમિયાન તેનો પરિચય ડો. વિવેક તિવારી સાથે થયો હતો. ડો. વિવેક તિવારી યોગિતાથી એક વર્ષ સીનિયર હતો. તેઓએ જણાવ્યું કે, મંગળવારે ડો. વિવેક તિવારી યોગિતાને બળજબરીથી ગાડીમાં ખેંચીને લઈ ગયો હતો. તેના સીસીટીવી ફુટેજ પણ છે. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. યોગિતાના ભાઈએ જણાવ્યું કે, ડો. વિવેક તિવારી લાંબા સમયથી ડો. યોગિતા ગૌતમને હેરાન કરી રહ્યો હતો. તે એમબીબીએસમાં તેનાથી એક વર્ષ સીનિયર હતો અને તે સમયથી જ યોગિતાને પસંદ કરતો હતો. સતત લગ્નનું દબાણ કરી રહ્યો હતો, પરંતુ યોગિતા તેની સાથે કોઈ સંબંધ નહોતો રાખવા માંગતી હતી.SSS