Western Times News

Gujarati News

મેડ ઇન ઇન્ડિયા આઈએનએસ કાવરત્તી નેવીમાં સામેલ થઈ

નવી દિલ્હી, ભારતીય નૌસેના માટે આજે બહુ મોટો દિવસ છે. ગુરુવારે ભારતીય નૌસેનાના બેડામાં આઇએનએસ કાવરત્તી સામેલ થઈ ગયું છે. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે એ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કાવરત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. મેડ ઇન ઈન્ડિયા આઇએનેએસ કવરાત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કર્યું છે. ભારતના આ જંગી જહાજની ખાસ વાત એ છે કે તે કોઈ રડારની પકડમાં નથી આવતું.આઈએનએસ કાવરત્તીનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે.

આર્ત્મનિભર ભારતની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે. આઇએનએસ કવરત્તીનો ૯૦ ટકા હિસ્સો સ્વદેશ નિર્મિત છે અને નવી ટેકનીકની મદદથી તેની દેખરેખ કરવાની જરૂરિયાત પણ ઓછી રહેશે.મેડ ઇન ઈન્ડિયા આઇએનએસ કાવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આર્ત્મનિભર ભારતની દિશામાં આ એક અગત્યનું પગલું છે.

આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.આઈએનએસ કાવરત્તીના નૌસેનામાં સામેલ થવા પર અધિકારીઓનું કહેવું છે કે આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેન્સર લાગેલા છે જે સબમરીનની ભાળ મેળવશે અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટ-૨૮ હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે કે આ પહેલા ત્રણ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવી ચૂક્યા છે.આઈએનએસ કાવરત્તીની લંબાઈ ૧૦૯ મીટર અને પહોળાઈ ૧૨.૮ મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.

સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે. આ યુદ્ધ જહાજમાં ૯૦ ટકા ઉપકરણો ભારતીય છે.તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ યુદ્ધ જહાજ પરમાણુ, રાસાયણિક અને જૈવિક યુદ્ધની સ્થિતિમાં પણ કામ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.