મેઢાસણ ગણપતિ મંદિર નજીક બે બાઈક સામસામે ભટકતા યુવાન દંપતી નંદવાયું પતિનું મોત પત્ની પત્ની સહિત અન્ય એક ઈજાગ્રસ્ત
શનિવારે સાંજે મેઢાસણ ગણપતિ મંદિરના વળાંકમાં બે બાઈક સામસામે ભટકતા યુવકનું મોત નીપજ્યું હતું મેઢાસણ ગામનો યાજ્ઞિક જનકભાઈ સુથાર નામનો યુવક બાઈક પર તેની પત્ની હિમાની સુથાર સાથે મોડાસા કામકાજ અર્થે જઈ પરત મેઢાસણ ફરી રહ્યો હતો ગણપતિ મંદિર નજીક વળાંકમાં પસાર થતા સમયે સામેથી આવતા બાઈક સવારે પૂરપાટે ગફલતભરી રીતે હંકારી દંપતીની બાઈકને અથડાવતાં બાઈક સવાર દંપતી રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા
અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે બંનેને દવાખાને ખસેડાતા યાજ્ઞિક સુથારને સારવાર મળે તે પહેલા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું યુવકની પત્ની હિમાની સુથારના શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે અકસ્માત સર્જનાર બાઈક સવાર યુવકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો મેઢાસણ ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજતા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અકસ્માતના પગલે દોડી
આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી હતી