મેથ્યૂ વેડનો કેચ છોડનાર હસન અલી અને તેની ભારતીય પત્નીને પાક ચાહકો ગાળો આપી રહ્યા છે
દુબઇ, શાહીન આફ્રિદીની મેચની ૧૯મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર મેથ્યુ વાડે ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી પોતાની ટીમને મેચ જીતાડી દીધી હતી.જાેકે એ પહેલા પાકિસ્તાની ફિલ્ડર હસન અલીએ મેથ્યુ વેડનો આસાન લાગતો કેચ છોડી દીધો હતો.
એ પછી હવે પાકિસ્તાનની હાર માટે હસન અલીને પાકિસ્તાની ચાહકો જવાબદાર ગણીને બેહદ શરમજનક ટિપ્પણીઓ તેના માટે કરી રહ્યા છે.હસન અલીની ભારતીય મૂળની પત્નીને પણ પાકિસ્તાની ચાહકો છોડી રહ્યા નથી.
મૂળ ભારતની સામિયાને પાક ચાહકો ગાળો આપી રહ્યા છે અને તેના પર અભદ્ર્ ટિપ્પણીઓ કરી રહ્યા છે.હસન અલીને ચાહકો ગદ્દાર કહીને કોમેન્ટ કરી રહ્યા છે.કેટલાકે તો કહ્યુ છે કે, હસન અલીને ગોળી મારી દેવી જાેઈએ તો કોઈએ સવાલ પૂછ્યો છે કે હસન અલીએ મેચ હરાવવા માટે કેટલા પૈસા લીધા હતા …કેટલાકે તો હસન અલી શિયા હોવાથી તેણે પાકિસ્તાનને મેચ હરાવી હોવાની કોમેન્ટસ પણ ટિ્વટર પર કરી છે.HS