મેનપુરા શારદા મંદિર હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગળતેશ્વર તથા બાલાસિનોર તાલુકા આયોજિત પરમાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રી શારદા મંદિર હાઇસ્કૂલ મેનપુરા ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ નિમિત્તે શિક્ષણિક કીટ અને ચોકલેટ ખવડાવી મોઢુ મીઠું કરી બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આગામી માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ લેવાની હોય વિધાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુથી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શાળાના શિક્ષકોએ પોતાના અંગત અનુભવો અને પ્રસંગોને વાગોળ્યા હતા.