મેન્ટર ધર્મેશ યેલાંડે ડાન્સ પ્લસ ૬માં નહીં જાેવા મળે
મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ તેની છઠ્ઠી સીઝન સાથે પરત આવવા માટે તૈયાર છે. કોરિયોગ્રાફર શક્તિ મોહને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. રિયાલિટી શોનું શૂટિંગ પહેલાથી જ શરુ થઈ ગયું છે અને તેના વાયરલ થયેલી તસવીરોએ દર્શકોનો ઉત્સાહ વધાર્યો છે. પુનિત પાઠક અને સલમાન યુસુફ ખાન શક્તિ મોહન સાથે શોના કેપ્ટન બનશે. જ્યારે તેનો જજ રેમો ડિસૂઝા છે. શક્તિ મોહને સલમાન અને પુનિત પાઠક સાથેની બે તસવીર શેર કરી છે.
જેમાં ત્રણેય આંગળીથી છની સાઈન કરતાં જાેવા મળી રહ્યા છે. પોસ્ટની સાથે તેણે લખ્ય્યું છે કે ‘તમારા આશીર્વાદ અને પ્રેમ જાેઈએ છે. અમે ભારતભરના અતુલ્ય ટેલેન્ટ સાથે ડાન્સ પ્લસની આ અદ્દભુત સફર શરુ કરી રહ્યા છીએ. ચાલો તેને ઐતિહાસિક બનાવીએ. ઓલ ધ બેસ્ટ ડાન્સર્સ, તમને બધાને ખૂબ પ્રેમ’. રેમો ડિસૂઝા, ટેરેન્સ લૂઈસ, નીતિ મોહન, મુક્તિ મોહન તેમજ ફેન્સે ત્રણેયને શો માટે શુભેચ્છા પાઠવી છે. પુનિત પાઠકે પણ ઈન્સ્ટાગ્રામ પર રેમો ડિસૂઝા અને અન્ય બે કેપ્ટન સાથે પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે ‘પરિવાર! વી આર બેક! ડાન્સ પ્લસ ૬’. સલમાન યુસુફ ખાન આમ તો રેમો ડિસૂઝા સાથે ઘણું કામ કરી ચૂક્યો છે
પરંતુ ડાન્સ પ્લસ શોનો ભાગ બની રહ્યો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેથી તે વધારે ઉત્સાહિત છે. તેણે સોશિયલ મીડિયા પર પોઝ આપતી તસવીર શેર કરીને લખ્યું છે ‘અને સફરની શરુઆત’. રેમો ડિસૂઝાએ પણ ત્રણેય કેપ્ટન સાથેની તસવીર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે કે ‘પલટ કે વાપસ આ ગયે.
હવે રાહ ખતમ થઈ ગઈ છે અને અદ્દભુત ટેલેન્ટ અને ફેનની સાથે પરત આવી ગયા છીએ. આ સાથે ડાન્સ પ્લસ ૬નો પરિવાર’. આ બધાની વચ્ચે ફેન્સને કોઈ વાત ખટકી હોય તો તે છે ધર્મેશ યેલાંડેની ગેરહાજરી. શક્તિ મોહન અને પુનિત પાઠકની પોસ્ટ પર કોમેન્ટ કરીને કેટલાક લોકોએ લખ્યું છે કે ‘ધર્મેશ સર વગર શોમાં મજા નહીં આવે.