મેન્ટલ હેલ્થ પર ડોક્યુમેન્ટ્રી નથી બનાવી: હિમાંશુ શર્મા
મુંબઇ, જ્યારથી સારા અલી ખાન, ધનુષ અને અક્ષય કુમારના લીડ રોલવાળી ફિલ્મ અતરંગી રે રિલીઝ થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ તેની ટિકાઓ કરી રહ્યો છે. વાસ્તવમાં ફિલ્મમાં સારા અલી ખાનને એક માનસિક બીમારીથી ગ્રસ્ત બતાવવામાં આવી છે. કેટલાંક લોકોનો આરોપ છે કે ફિલ્મમાં મેન્ટલ ડિસ ઓર્ડરને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યો છે અને તેની મજાક ઉડાડવામાં આવી છે.
આ મુદ્દા પર હવે ફિલ્મના રાઈટર હિમાંશુ શર્મા બચાવમાં સામે આવ્યા છે. નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા હિમાંશુએ ટિકાકારોને સલાહ આપી છે કે, તેઓ વધુ પડતો અંદાજાે ન લગાવે, પણ ફિલ્મને ઉંડાણથી સમજવાનો પ્રયાસ કરો.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં હિમાંશુ શર્માએ કહ્યું કે, જ્યારે તેઓ અતરંગી રેની સ્ટોરી પર કામ રહી રહ્યા હતા ત્યારે તેમના મગજમાં એક વાત નક્કી હતી કે તેઓ કોઈ મેન્ટલ હેલ્થ પર બની રહેલી કોઈ ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યા નથી. તેઓએ કહ્યું કે, ફિલ્મની સ્ટોરી વિશે કેટલીક વાતો કહેવામાં આવી પરંતુ ફિલ્મ પ્રેમની સાથે જ આઘઆતને પણ રજૂ કરે છે.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, એક આઘાત કોઈના જીવનમાં કેટલી મુશ્કેલીઓ પેદા કરી શકે છે અને કેવી રીતે માત્ર પ્રેમથી જ આ મુશ્કેલીઓને દૂર કરી શકાય છે.
ટિકાકારોનો દાવો છે કે ફિલ્મમાં મેન્ટલ ડિસઓર્ડરને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યો છે, એના જવાબમાં હિમાંશુ શર્માએ કહ્યું કે, મેન્ટલ હેલ્થ દ્વારા સ્ટોરીને માત્ર બનાવવામાં આવી હતી, નહીં કે મેન્ટલ ડિસઓર્ડર જ મુખ્ય મુદ્દો હતો. હિમાંશુ શર્માએ તમામને કહ્યું કે, તેઓ ફિલ્મને ખુલ્લા મગજથી સમજવાનો પ્રયાસ કરે. તેઓએ કહ્યું કે, ફિલ્મના દરેક કેરેક્ટરને સારાની ભૂમિકા સાથે ખૂબ જ સહાનુભૂતિ છે.
આ સિવાય હિમાંશુ શર્માએ ફિલ્મની ટિકા કરનારાઓને એક વધુ સલાહ પણ આપી દીધી. તેઓએ કહ્યું કે, કોઈએ ફિલ્માં એ ન જાેવું જાેઈએ કે જે તેઓ જાેવા માગે છે, પરંતુ ફિલ્મની સ્ટોરીના મહત્વને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવો જાેઈએ.SSS