Western Times News

Gujarati News

મેન્ટેનન્સ એક્ટ અંતર્ગત અમદાવાદના ૨૯ વૃધ્ધોને મળ્યો ન્યાય

વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર આ અસહાય માતા-પિતાની સંપતિ તેમના સંતાનો દ્વારા પચાવી પાડવાની ઘટના બનતી છે, આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલ ‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા છેલ્લા બે માસમાં ૨૯ જેટલા વૃધ્ધ માતા-પિતાની મેન્ટેનન્સ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના તાબાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને ટ્રીબ્યુનલ તરીકે તથા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એપલેટ ટ્રિબ્યુનલ જાહેર કરવામાં આવ્યા છે.
આ કાયદા અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિક તેમના સંતાન વિરુદ્ધ નિભાવ/ ભરણપોષણ માટે ટ્રિબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરી શકે છે.

સંતાનની વ્યાખ્યામાં જૈવિક સંતાન, ઓરમાન સંતાન, દત્તક સંતાન, પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રીનો સમાવેશ થાય છે. ઉક્ત કાયદા અંતર્ગત પુખ્ત વયના પૌત્ર,પુત્રી, પ્રપૌત્ર કે પ્રપૌત્રી અરજી કરનાર વયોવૃદ્ધ માતા-પિતાનો નિભાવ/ભરણપોષણ કરવા બાધ્ય બને છે. ઉક્ત કાયદા અંતર્ગત ખોટી રીતે પચાવી પાડેલ મિલકત/સંપત્તિના હસ્તાંતરણને નિષ્પ્રભાવી જાહેર કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.