‘મેન વર્સેસ વાઈલ્ડ’માં વડાપ્રધાન મોદી બાદ હવે રજનીકાંત જોવા મળશે
નવી દિલ્હી, બિયર ગ્રીલ્સના ટીવી શો ‘મેન વર્સેસ વાઈલ્ડ’માં વડાપ્રધાન મોદી આવ્યા બાદ હવે ફરીવાર આ શો ચર્ચામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી બાદ હવે સુપરસ્ટાર રજનીકાંત આ શોમાં જોવા મળશે. બિયર ગ્રીલ્સ ભારતમાં છે અને આ નવા એપિસોડનું શૂટિંગ કર્ણાટકના બંડીપુર જંગલમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલાં વડાપ્રધાન મોદી આ શામાં જોવા મળ્યા હતા અને તે એપિસોડને ભારતમાં ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને કેટલાંક યૂઝર્સે તેમને ટ્રોલ પણ કર્યાં હતા. જે બાદ હવે કર્ણાટકના બંડીપુર જંગલમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે નવો એપિસોડ શૂટ કરવામાં આવશે.