મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ
4પોલીસે 4,34,000 ના જથ્થા સાથે 43 ગ્રામ 40 મીલી ગ્રામ જપ્ત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માંથી નશાયુકત પ્રતિબંધિત ડ્રગ્સ મેફેડ્રોનના રૂપિયા 4,34,000 ના 43 ગ્રામ 40 મીલી ગ્રામના જથ્થા સાથે એક આરોપી ને ઝડપી પાડયો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.
જેનાઆધારે એસ.ઓ.જી પી.આઈ પી.એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ ઈન્સ્પેકટર ડી.પી.ઉનડકટ એસ.ઓ.જી ટીમ સાથે વોચમાં હતા.
તે દરમ્યાન ઝાડેશ્વર ચોકડી ઉપર થી બાતમી મુજબનો એક ઈસમ આવતા તેને કોર્ડન કરી લઈ તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર મેંફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ 40 મીલી ગ્રામ કિંમત રૂપિયા 4,34,000 નો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સતથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,37000 ના મુદામાલ સાથે તેની એન.ડી.પી.એસ.એકટ મુજબ અટકાયત કરી પૂછતાછ કરતા આરોપીનું નામ ઈકરામ યુસુફભાઇ પટેલ રહેવાસી ગોરેગાંવ ઈસ્ટ મુંબઈ નો હોવાનું બહાર આવ્યું હતું.
એસ.ઓ.જી પી.આઈ પી.એન.પટેલે આ અંગે આગળ ની તપાસ હાથધરી ક્યાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો.ક્યાં લઈ જવાનો હતો સહિતની વિગતો મેળવવાની કવાયત હાથધરી છે.ત્યારે તપાસ માં શુ બહાર આવે છે તે જોવું રહ્યું.