મેમદપુરાના ચરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી

છાપી, વડગામ તાલુકાના મેમદપુર ગામની સીમમાં આવેલ ચરામાં એલસીબી પોલીસ બાતમીના આધારે ત્રાટકી હતી. દરમ્યાન મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી. જેમાં કુલ પર૬૦ લીટર દેશી દારૂ બાનવવાનો વોશ મળી આવતા તેનો નાશ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો ફરાર થઈ ગયાં હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બાનસકાંઠા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ડી.આર. ગઢવી તેમજ પીએસઆઈ આર.જી.દેસાઈને બાતમી મળેલ કે મેમદપુરના ચરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જે આધારે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા અલગ અલગ જગ્યાએથી જમીનમાં તેમજ ખુલ્લામાં કુલ ૬૬ પ્લાસ્ટીકના ડ્રમ મળી આવ્યાં હતા.
જેમાંથી દેશીદારૂ બનાવવાનો વોશ કુલ પર૬૦ કિંમત રૂ.ર૧૦૪૦ લીટર મળી આવ્યો હતો. જેથી પોલીસે વોશનો સ્થળ પર નાશ કરી દારૂનો ભઠ્ઠીઓ ચલાવતા ફરાર બુટલેગર નરેશ ઉર્ફે ચેનાજી ઠાકોર, રણજીતજી જવાનંજી ઠાકોર અને અંકિતજી માનસંગજી ઠાકોર વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.