મેમનગરમાં પી.જી.નો વિરોધ- યુવકો દારૂ પીને આવતા હોવાની ફરિયાદ
પી.જી. ખાલી કરાવવા માટે સોસાયટીએ વારંવાર નોટિસો પાઠવી :પી.જી. ખાલી નહી થતા હવે સ્થાનિક નાગરિકો આંદોલનના માર્ગે |
(પ્રતિનિધિ) અમદાવાદ : ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત ખૂબ જ ઝડપથી વિકસી રહયુ છે આ ઉપરાંત ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અમદાવાદ સહિત રાજયભરમાં શાળા-કોલેજા શરૂ કરાતા દેશભરમાંથી લોકો ગુજરાતમાં રોજગારી મેળવવા તથા શિક્ષણ મેળવવા આવી રહયા છે અમદાવાદની આસપાસમાં વ્યાપક પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થતા અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં લોકો વસવાટ કરવા લાગ્યા છે.
જેના પરિણામે શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં પેઈંગ ગેસ્ટ તરીકે યુવક અને યુવતિઓને રાખવા માટે એજન્સીઓ કાર્યરત બની ગઈ છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પી.જી. શરૂ થઈ ગયા છે જેના પરિણામે અનેક સ્થળોએ દુષણો પણ જાવા મળી રહયા છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સ્થાનિક
નાગરિકોના વિરોધ વચ્ચે પી.જી. શરૂ કરવામાં આવ્યું છે.
તેમાં રહેતા યુવકો અવારનવાર દારૂ પીને આવતા હોવાનો આક્ષેપ નાગરિકોએ કર્યો છે પી.જી. ખાલી કરાવવા માટે સોસાયટી દ્વારા અનેક નોટિસો આપવામાં આવી છે પરંતુ તે ખાલી નહી કરાતા આખરે હવે સ્થાનિક નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આવા પી.જી. સામે સ્થાનિક નાગરિકો દ્વારા વિરોધ થઈ રહયો છે.
કોલેજમાં અભ્યાસ કરતા કે નોકરી કરતાં યુવક-યુવતિઓ માટે શહેરમાં ઠેર ઠેર પેઈંગ ગેસ્ટ (પી.જી.) શરૂ થયા છે. કાયદાનુસાર આ માટે મકાન માલિકે પોલીસને જાણ કરવાની હોય છે જેથી કોઈ અઘટિત બનાવ બને તો તે ઉકેલવામાં પોલીસને સરળતા પડે. પરંતુ શહેરમાં શરૂ થયેલ ઘણા પ.જી. છે કે જે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે તથા સીકયોરીટી માટે કોઈ વ્યવસ્થા હોતી નથી.
તાજેતરમાં જ નવરંગપુરાની એક પી.જી.માં મધરાતે એક યુવકે ઘુસી મહિલાની છેડતી કરવાની ઘટનાએ સહુને ચોંકાવી દીધા હતા અને ત્યારબાદ જયાં જયાં પી.જી. ચાલે છે ત્યાં સાવધાનીના પણ પગલા લેવાના શરૂ થયા છે અને પી.જી.માં અવારનવાર બનતા છેડતીના બનાવો જેથી અટકાવી શકાય.
શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ ચંદ્રમુખી નામક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે પી.જી. ચાલે છે આ પી.જી.માં અવારનવાર યુવકો દારૂ પી મોડી રાત્રે આવી ધમાલ પણ મચાવતા હોવાનું જણાવી રહ્યા છે પોલીસ સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
સોસાયટીની વ્યવસ્થાપક કમિટિએ પી.જી. ખાલી કરાવવા નોટીસો પણ આપી હોવા છતા ખાલી કરતા નથી, આ સોસાયટીમાંથી પી.જી. બંધ થાય તેમ સોસાયટીના રહિશોની માંગ છે.
સોસાયટીના રહિશોનો આક્ષેપ છે કે પી.જી.માં આવતા કેટલાક યુવકો રાત્રે દારૂ પી આવતા હોવાને કારણે સોસાયટીનું સમગ્ર વાતાવરણ બગડતુ હોય છે જેની અસર સોસાયટીમાં રહેતા માસુમ બાળકો પર પણ ખરાબ પડે છે. સોસાયટી તરફથી નોટિસ પાઠવવા છતાં પણ પી.જી. ખાલી ન કરતા રાજય સરકાર તથા પોલીસની સહાય પણ માંગી હોવાનું જાણવા મળે છે.
શહેરમાં એપાર્ટમેન્ટોમાં ચાલતા પી.જી.માં નથી હોતી સીકયોરીટીની વ્યવસ્થા નથી હોતી ફાયર સેફટીની વ્યવસ્થા અને કેટલીક પી.જી.માં તો અસામાજીક લોકોનો અડ્ડો પણ બની ગયો હોવાનું જાણવા મળે છે રાજય સરકાર તથા પોલીસતંત્ર જાગૃત થઈ શહેરમાં ચાલતા પી.જી.ની શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવે તો પી.જી.માં ચાલતા કૌભાંડો પ્રકાશમાં આવે તેમ શહેરના નાગરિકો જણાવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ પી.જી. ચાલી રહયા છે અને જાહેર રોડ પર તેના ટેમ્પલેટો પણ લગાડવામાં આવેલા છે જાકે આ માટે રાજય સરકાર દ્વારા કોઈ જ નીતિ નિયમો ઘડવામાં નહી આવતા આડેધડ રીતે પી.જી. ચાલુ થઈ ગયા છે અને તેમાં મોટાભાગના પરપ્રાંતિય યુવક- યુવતીઓ રહેતા હોવાથી દારૂ અને અન્ય દુષણો પણ પ્રવેશવા લાગ્યા છે.
શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં આવી સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે તાજેતરમાં નવરંગપુરામાં પી.જી.માં રહેતી યુવતીની શારીરિક છેડતી કરી યુવક ફરાર થઈ જવાનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે જાકે પી.જી.માં રહેતા યુવક-યુવતિઓના કારણે સોસાયટીના નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે પરંતુ હજુ સુધી આવા પી.જી. સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.