Western Times News

Gujarati News

મેમનગરમાં સશસ્ત્ર લુંટારૂઓ ત્રાટક્યા

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાન નજીક જ બનેલો ગંભીર બનાવ : ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ ટીમો બનાવાઈ : બે શકમંદોની અટકાયત

આધેડને ચપ્પાના ઘા મારી સોનાની વાળીની લુંટઃ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત આધેડને હોસ્પિટલમાં ખસેડાયા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે પોલીસની કામગીરી વધુ સઘન બનાવાઈ છે શહેરમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ટોળકીઓનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે ત્યારે હવે લુંટારુ ટોળકીઓ પણ ખુલ્લેઆમ રસ્તા પર પસાર થતાં નાગરિકોને લુંટી રહયા છે અને જા કોઈ નાગરિક પ્રતિકાર કરે તો તેના પર સશ† હુમલો કરવામાં આવતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.


આ પરિસ્થિતિ વચ્ચે શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હેઠળના મેમનગર નજીક આવેલા વિવેકાનંદ ચોકમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના બંગલાની સામે જાહેર રોડ પર ત્રાટકેલા લુંટારુઓએ એક આધેડને છરીના ઘા મારી તેની પાસેથી સોનાની વાળીની લુંટ કરી ફરાર થઈ જતાં પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જાકે આ ઘટનામાં બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે.

જેની પુછપરછ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક હોસ્પિટલમાં   ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતા આધેડના પરિવારજનો પણ હોસ્પિટલ  પહોંચી ગયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરી, લુંટફાટની ઘટનાઓથી પોલીસતંત્ર એલર્ટ પર છે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીની બનતી ઘટનાઓ અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે પરંતુ ચોરી લુંટફાટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મેમનગર વિવેકાનંદ ચોક નજીક આવેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાનની સામે જાહેર રોડ પરથી વાઘજીભાઈ રબારી નામની આધેડ વ્યક્તિ  પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં ત્રણ જેટલા શખ્સો તેમની પાસે આવ્યા હતાં વાઘજીભાઈ કશું સમજે તે પહેલા આ ત્રણેય શખ્સોએ તેમને લુંટવાનો પ્રયાસ કર્યો હતો અને ધાકધમકી આપતા વાઘજીભાઈએ લુંટારુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.


આ ઘટનાક્રમ વચ્ચે હોબાળો મચી જતાં લુંટારુઓ ઉશ્કેરાયા હતા અને એક શખ્સે પોતાની પાસેની તીક્ષ્ણ ધારવાળી છરી કાઢી વાઘજીભાઈ પર હુમલો કર્યો હતો તેમના છાતી અને પેટના ભાગે ચાર જેટલા ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયા હતાં આ તકનો લાભ ઉઠાવી લુંટારુઓએ વાઘજીભાઈએ પહેરેલી સોનાની વાળી લુંટી લીધી હતી અને ગણતરીની મીનીટોમાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં આ દરમિયાનમાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં ભારે બુમાબુમ થવા લાગી હતી

એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને ઘાટલોડિયા પોલીસ પણ આવી પહોંચતા તાત્કાલિક વાઘજીભાઈને ગંભીર હાલતમાં હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ અધિકારીઓએ લુંટની આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી દીધી હતી બીજીબાજુ વાઘજીભાઈની હોસ્પિટલમાં  તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે જયાં તેમની હાલત સુધારા પર હોવાનુ જાણવા મળી રહયું છે.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતાં. બીજીબાજુ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ત્વરીત કામગીરી શરૂ કરતા બે શકમંદોને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળી રહયું છે અને તેઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતત વોચ રાખી રહયા છે અને આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી સૌ પ્રથમ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

વાઘજીભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં  ખસેડવામાં આવતા તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતાં આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો લુંટારુઓએ કરેલા સશ† હુમલાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
આ સમગ્ર ઘટનાક્રમના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા

આભાર – નિહારીકા રવિયા તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી લેવા માટે સવારથી જ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે અને જુદી જુદી મોડસ ઓપરેન્ડી પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સીસીટીવી કુટેજના આધારે પણ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. આ ઘટનામાં ત્રણ જેટલા લુંટારુઓ સામેલ હોવાનું ચર્ચાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.