મેમાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃત્તીઓ ૧૧ વર્ષની ટોચે
નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરમાં મોંઘવારીને કારણે માંગ મંદ પડવાની આશંકા વચ્ચે મે મહિનામાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ ૧૧ વર્ષને ટોચે પહોંચી છે.સેવા ક્ષેત્રની પ્રવૃત્તિએ મે મહિનામાં ઝડપી સુધરી છે અને વધતા ભાવ દબાણ વચ્ચે પણ ૧૧ વર્ષમાં સૌથી મજબૂત દરે વૃદ્ધિ પામી છે.
શુક્રવારે રજૂ થયેલ એક માસિક રિપોર્ટમાં જણાવાયું છે કે ઈનપુટ કોસ્ટ ઈન્ફલેશન વિક્રમજનક ટોચે પહોંચી હોવા છતાં સર્વિસ સેક્ટરનો પર્ચેસિંગ મેનેજર ઈન્ડેકસ એપ્રિલમાં ૫૭.૯થી વધીને મે મહિનામાં ૫૮.૯ થઈ ગયો છે. ગત મહિને માંગમાં વધારો અને નવી નોકરી સર્જનની મજબૂત વૃદ્ધિને કારણે આ વૃદ્ધિ જાેવા મળી છે.
એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિસના અહેવાલમાં એસોસિયેટ ડિરેક્ટર અર્થશાસ્ત્રી પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ફરી પાટે ચઢતા, ઉંચા ભાવ છતા માંગમાં રિકવરીને પગલે સેવા ક્ષેત્રની વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે.જુલાઇ ૨૦૧૧ પછીના ૧૧ વર્ષમાં મે મહિનામાં સૌથી ઝડપી ગતિએ સેવ ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થયો હતો.
નવા ઓર્ડરમાં સૌથી તીવ્ર વધારાને કારણે આ રિકવરી જાેવા મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સતત દસમા મહિને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) જાે ૫૦થી ઉપરના લેવલે હોય તો અર્થતંત્રમાં વિસ્તરણ સૂચવે છે, જ્યારે ૫૦થી નીચેનું વાંચન સંકોચન સૂચવે છે.
આ સાથે સર્વિસ અને ઉત્પાદનના સંયુક્ત એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સ એપ્રિલમાં ૫૭.૬થી વધીને મેમાં ૫૮.૩ થયો છે, જે ગયા નવેમ્બર પછીનું સૌથી ઝડપી વિસ્તરણ છે.ss2kp