મેરઠમાં બની 12,638 હીરાવાળી વીંટી, ગિનિસ બુકમાં નોંધાવ્યો રેકોર્ડ
મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવા જ્વેલરી ડિઝાઇનર હર્ષિતે 12638 હિરાની અંગૂઠી બનાવીને ગિનીઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. યુવા ડિઝાઇનર હર્ષિતે હજારો હિરોને તરાશીને આ અંગૂઠી તૈયાર કરી છે. આટલા બધા હિરા સાથેની આ વિશ્વની પહેલી અનોખી અંગૂઠી છે. તમે પણ જુઓ તેની તસવીરો અને જાણો તેના વિષે વધુ.
મેરઠના આભૂષણ વ્યવસાયી અને ડિઝાઇનર હર્ષિત બંસલે 12638 હિરા સાથે ગલગોટાના ફૂલની અનોખી અંગૂઠી બનાવી છે. આ અનોખી અંગૂઠીનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. મૈસર્સ રેનાની જ્વેલર્સના મેનેજર હર્ષિતે જણાવ્યું કે આ રીંગને બનાવવા માટે તેણે ત્રણ વર્ષ લાગ્યા. હર્ષિત તેવા પહેલા વ્યક્તિ છે જેમણે આ અંગૂઠીમાં એક સાથે આટલા હિરા લગાવ્યા છે. હર્ષિત આ સાથે જ ભારતનું નામ પણ વિશ્વ ફલક પર ફેલાવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે હર્ષિતે આ રિંગ શોખ માટે બનાવી છે. તેણે આ રિંગ બનાવીને હૈદરાબાદના શ્રીકાંતનો રેકોર્ડ તોડ્યો. શ્રીકાંતે એક ગોળાકાર ડિઝાઇનમાં 7801 ડાયમંડની વીંટી બનાવી હતી અને તેના કરતા વધારે હીરા મૂકીને હર્ષિતે આ નવો રેકોર્ડ બનાવ્યો હતો. હર્ષિતની સફળતાથી આખો પરિવાર ખુશ છે. ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડ ટીમ ભારત આવશે અને હર્ષિતનું સન્માન કરશે.
હર્ષિત કહે છે કે આ વીંટીમાં 8 સ્તરો છે અને 138 પાંદડા હીરાથી ભરેલા છે. હર્ષિતને વીંટી બનાવવા માટે 3 વર્ષ લાગ્યાં. રીંગમાંના બધા હીરા VSVVS ગુણવત્તાવાળા કુદરતી અને IGI પ્રમાણિત હીરા છે. હર્ષિતે આ રિંગ ડિઝાઇન કરી. ત્યારે સુરતમાં કંપનીના 28 કારીગરોને આ અંગૂઠી બનાવવામાં મદદ કરી છે.