મેરઠમાં વિધવા મહિલા પર દુષ્કર્મની ઘટના બની

Files Photo
મેરઠ: મેરઠના કીથોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગામમાં એક યુવકે ઘરની સૂતેલી વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. તે જ સમયે, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટના અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. આ સંદર્ભે પીડિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે મહિલાને તબીબી તપાસ માટે મોકલી આપી છે.
કિથોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની રહેવાસી એક મહિલાએ બપોરે ૨ વાગ્યે રિપોર્ટ નોંધાવતા જણાવ્યું હતું કે તે ઘરે બાળકો સાથે સૂઈ રહી હતી. તે દરમિયાન ગામનો રહેવાસી અયુબનો પુત્ર સદાકત તેની છત દ્વારા મહિલાના મકાનમાં કૂદી ગયો હતો. જે બાદ તેણે વિધવા મહિલાને કાબૂમાં લીધી અને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીએ ધમકી આપી હતી કે જાે તે કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. તે ગયા પછી, મહિલાએ બુમાબુમ કરીને પોલીસને ફોન કર્યો હતો. આ સંદર્ભે મહિલા રાત્રે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ અંગે કિથોર પોલીસ સ્ટેશનના પ્રભારી અરવિંદ મોહન શર્માએ જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે.