Western Times News

Gujarati News

મેરીકોમનો એકાવન કિલો ફલાઈ વેટમાં આસાન વિજય

રાઉન્ડ ૩૨ સ્પર્ધામાં ડોમિનિકા ગણરાજ્યની મિગુએલિના હર્નાંડિઝ ગાર્સિયાને આસાનીથી પછડાટ આપી હતી

ટોક્યો, ટોકિયો ઓલિમ્પિકમાં છ વખત વર્લ્‌ડ ચેમ્પિયન રહેલી એમસી મેરીકોમે ૫૧ કિલો ફ્લાઈવેટ ગ્રુપમાં રાઉન્ડ ૩૨ સ્પર્ધામાં ડોમિનિકા ગણરાજ્યની મિગુએલિના હર્નાંડિઝ ગાર્સિયાને આસાનીથી પછડાટ આપી દીધી છે. મેરીકોમે ગાર્સિયાને ૪-૧ સેટથી હરાવી દીધી છે. Mary Kom (L) exchanges punches with Miguelina Garcia during the Women’s Flyweight category on day two of the Tokyo Olympics at the Kokugikan Arena.

આગામી રાઉન્ડમાં મેરીકોમનો સામનો ત્રીજી સીડ લોરેના વિક્ટોરિયા વેલેન્સિયાની હોઈ શકે છે.
મેરીકોમ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મેરીકોમ ૩ બાળકોની માતા છે. મેરીકોમ ટોકિયોમાં ૫૧ કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લઈ રહી છે.

મણિપુરની ૩૮ વર્ષની મેરીકોમ ટોકિયો ઓલિમ્પિક સેરેમનીમાં ભારતીય સ્પોર્ટ્‌સ ગ્રુપની ધ્વજવાહક હતી. માર્ચ ૨૦૨૦માં એશિયા/ઓસનિયા ક્વોલિફાયરથી સેમીફાઈનલમાં પહોંચવાની સાથે મેરીકોમે ટોકિયો ઓલિમ્પિકમાં આગળ રમવા માટેનો રસ્તો પણ સાફ કરી દીધો હતો. મેરીકોમનો આ લગભગ અંતિમ ઓલિમ્પિક છે.

ટોકિયો ઓલિમ્પિક ભલે એક વર્ષ માટે ટળી ગયો હતો, પરંતુ લોકડાઉનમાં પણ કોચે ખેલાડીઓને રોજ તૈયારી કરાવી હતી. મેરીકોમના કોચ છોટેલાલ યાદવે જણાવ્યું હતું કે હમણાં ભલે મેરીકોમની સાથે નથી, પરંતુ રોજ વિડીયો કૉલ દ્વારા તેઓ તેને ટિપ્સ આપતા હતા. માત્ર મેરીકોમ જ નહીં પરંતુ બાકી ખેલાડીઓને પણ તેમણે આ રીતે તૈયાર કર્યા હતા.

કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીને મેરીકોમે ભારત માટે બોક્સિંગ રમવાનું શરુ કર્યું અને તેના જુસ્સાએ તેને સારી શરુઆત અપાવી અને તેણે ઓલિમ્પિકમાં પણ મેડલ જીતીને ભારતનું નામ રોશિન કર્યું છે. આ વખતે પણ મેરીકોમ ભારતનું નામ રોશન કરશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કારણ કે પહેલા રાઉન્ડમાં મેરીકોમે જે રીતે ઝળહળતી સફતાં હાંસલ કરી છે તે રીતે આગળના રાઉન્ડમાં પણ રમીને મેડલ જીતશે તેવી આશા દેશવાસીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેરીકોમના કોચ અને સપોર્ટ સ્ટાફ દ્વારા પણ તેનો જુસ્સો વધારવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.