મેરુમાં M&M એની માલિકી વધારીને 100 ટકા કરશે
મુંબઈ, સહિયારી મોબિલિટી સ્પેસમાં એની કામગીરીની વૃદ્ધિને જાળવી રાખવા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ જાહેરાત કરી હતી કે, કંપનીએ મેરુમાં તેમના સંબંધિત હિસ્સાની ખરીદી કરવા મેરુ ટ્રાવેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (મેરુ)ના શેરધારકો માટે નિર્ણાયક સમજૂતી કરી છે.
આ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકાર ટ્રુ નોર્થ અને અન્ય પાસેથી 44.14 ટકા હિસ્સો મહત્તમ રૂ. 76.03 કરોડમાં તથા નીરજ ગુપ્તા અને શ્રીમતી ફરહાત ગુપ્તા પાસેથી 12.66 ટકા હિસ્સો મહત્તમ રૂ. 21.63 કરોડમાં ખરીદશે. આ સમજૂતી સાથે એમએન્ડએમ મેરુમાં એનો વર્તમાન શેરહિસ્સો 43.20 ટકાથી વધારીને 100 ટકા કરશે.
રાઇડશેરિંગ કંપની મેરુ કેબ્સની રચના વર્ષ 2006માં થઈ હતી, જેણે સિંગલ કોલ સાથે તેમના ઘરઆંગણે એસી કેબ ઓફર કરીને કેબમાં પ્રવાસ કરવાની લોકોની રીતમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. અત્યારે મેરુ એરપોર્ટ ટ્રાન્સફર બિઝનેસમાં, રાઇડ હેલ સેગમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર કામગીરી ધરાવે છે તેમજ ભારતમાં કોર્પોરેટ માટે કર્મચારીઓને પરિવહન સેવા પ્રદાન કરે છે.
મેરુ અને એની પેટાકંપની મેરુ મોબાલિટી ટેક પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સીઇઓ અને હોલ ડાઇમ ડાયરેક્ટર તેમજ મેરુની અન્ય બે પેટાકંપનીઓ – વી-લિન્ક ઓટોમોટિવ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને વી-લિન્ક ફ્લીટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર નીરજ ગુપ્તા 30 એપ્રિલ, 2021થી કામકાજના કલાકો પૂર્ણ થવાની સાથે પદભાર છોડી દેશે. તેઓ 30 જૂન, 2021 સુધી કર્મચારી તરીકે જળવાઈ રહેશે.
એમએન્ડએમના ઓટોમોટિવના વર્ષ 2017 સુધી પ્રેસિડન્ટ પ્રવીણ શાહ 1 મે, 2021થી મેરુ અને એની પેટાકંપનીઓના સીઇઓ તરીકે પદભાર સંભાળશે.
આ એક્વિઝિશન પર મહિન્દ્રા ગ્રૂપના એમડી અને સીઇઓ ડો. અનિશ શાહે કહ્યું હતું કે, “શરૂઆતમાં હું નીરજ ગુપ્તા અને મેરુની ટીમનો ભારતમાં શેર્ડ મોબાલિટી સ્પેસમાં પથપ્રદર્શક બ્રાન્ડ બનાવવા બદલ આભાર માનું છું. મેરુ સાથે અમારું જોડાણ અમારી શેર્ડ મોબિલિટી વ્યવસાયોમાં કામગીરી વધારવા આવશ્યક સ્ટ્રેટેજી બનાવે છે. પ્રવીણ વ્યવસાયની અને વ્યવસાયને વધારવા સ્ટ્રેટેજીની મુખ્ય જવાબદારી લેવા સંમત થયા છે.”
નીરજ ગુપ્તાએ કહ્યું હતું કે, “મોબિલિટી ઉદ્યોગમાં છેલ્લા બે દાયકામાં મેરુ દેશમાં ઘેરઘેર જાણીતું અને પ્રશંસનીય નામ છે. મારે નવા ક્ષેત્રમાં રસ લેવાનો અને મેરુને મહિન્દ્રા ગ્રૂપના સલામત હાથમાં સુપરત કરવાનો સમય થઈ ગયો છે, જે દેશમાં ટોચના કોર્પોરેટ હાઉસ પૈકીનું એક છે. ડો. અનિશ શાહના સક્ષમ નેતૃત્વ હેઠળ મને ખાતરી છે કે, મેરુ આગામી સમયમાં નવી ઊંચાઈએ પહોંચશે.”