મેરેજ એનિવર્સરી પર ધોનીએ સાક્ષીને વિન્ટેજ કાર ભેટમાં આપી
નવીદિલ્હી: વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીએ આજે પોતાના લગ્નની ૧૧મી વર્ષગાંઠ ઉજવી હતી.આ તકે તેણે પોતાની પત્ની સાક્ષીને એક શાનદાર ગિફ્ટ આપી છે. સાક્ષીને ગિફ્ટમાં શું મળ્યું છે, આ વાતની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી આપી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિન્ટેજ કારનો ફોટો લગાવ્યો છે, સાથે એનિવર્સરી ગિફ્ટ માટે ધોનીનો આભાર પણ માન્યો છે.
તેની આ પોસ્ટ પર ધોની અને સાક્ષીના ફેન્સ તેને શુભેચ્છા સંદેશ આપી રહ્યાં છે. સાક્ષીએ જે કારનો ફોટો શેર કર્યો છે, તે જાેવામાં શાનદાર લાગી રહી છે. મહત્વનું છે કે ધોનીએ સાક્ષી સાથે ૪ જુલાઈ ૨૦૧૦ના દેહરાદૂનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ ઝિવા છે. સાક્ષી હંમેશા સોશિયલ મીડિયા પર ઝિવા અને ધોનીના વીડિયો શેર કરતી રહે છે.
સાક્ષીએ એક દિવસ પહેલા વીડિયો શેર કર્યો હતો, જેમાં ધોનીની વિન્ટેજ કારોનું શાનદાર કલેક્શન જાેવા મળ્યું હતું. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ તે વાતને જાણે છે કે ધોનીને ગાડીઓનો ખુબ શોખ છે. રાંચીમાં જન્મેલા આ સુપરસ્ટાર ખેલાડીની પાસે પોતાના ગેરેજમાં ઘણી લક્ઝરી કારો છે, જેમાં પોર્શ ૯૧૧, ફરારી ૫૯૯ ય્ર્ં, સાન જાેંગા, જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, લેન્ડ રોવર ફ્રીલેન્ડર ૨ અને ઓડી ક્યૂ૭ સામેલ છે.
એમએસ ધોની અને સાક્ષી ધોનીની વેડિંગ એનિવર્સરી પર તેની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ શુભેચ્છા આપી છે. સીએસકેએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર માહી અને સાક્ષીની તસવીર શેર કરતા લખ્યુ, અમારા કિંગ અને ક્વીનને હેપ્પી એનિવર્સરી