Western Times News

Gujarati News

મેરેજ બ્યુરો દ્વારા જીવનસાથીની શોધમાં મહિલા તબીબનો કડવો અનુભવ

મેરેજ બ્યુરો દ્વારા જીવનસાથીની શોધમાં મહિલા તબીબનો કડવો અનુભવ

અમદાવાદમાં એક તરફી પ્રેમની વિચિત્ર ઘટના

મહિલા ડોક્ટરને લગ્ન કરવા દબાણ કરતા યુવકને પોલીસે પકડી ગુન્હો નોધ્યો છે

અમદાવાદ,અમદાવાદમાં મહિલા તબીબને મેરેજ બ્યુરોમાં મુરતિયો શોધવું ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. એક યુવક એક તરફી પ્રેમમાં પાગલ થઈને મહિલા ડોક્ટરને લગ્ન કરવા દબાણ કરતો હતો અને કનડગત કરતા મામલો સેટેલાઇટ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઇને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આરોપીને દબોચી લીધો છે.

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર પાર્થ પટેલ નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી મહિલા તબીબનો પીછો કરતો હતો.આ અંગે મહિલા તબીબે ફરિયા કરી છે. જેમાં આરોપી સોશિયલ મીડિયા ઉપરાંત ક્લિનિક પર જઈ આ શખ્સ મહિલા તબીબને પરેશાન કરતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાે કે આ યુવકને લાખ સમજાવવા બાદ પણ યુવકે મહિલાનો પીછો છોડ્યો ન હતો. જેને પગલે ફરિયાદ બાદ સેટેલાઇટ પોલીસે આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી છે. જાેકે પોલીસ સમક્ષ આરોપીએ પોતે નિર્દોષ હોવાનું રટણ રટી મહીલા તબીબ પર આરોપ લગાવ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે આરોપી અને મહિલા તબીબ વર્ષ ૨૦૧૯ થી મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવ્યા હતા.

જાે કે થોડા સમય સુધી બન્નેની મિત્રતા પણ રહી અને બાદમાં મહિલા તબીબેએ યુવકને લગ્ન માટેના કહી હતી અને સબંધ રાખવાની પણ મનાઈ ફરમાંવી દીધી હતી. પરંતુ પાર્થએ મિત્રતા રાખવાનું કહીને અવાર નવાર મહિલાના ક્લિનિકમાં આવતો હતો. આરોપીએ મહિલાને ફોન પર અને ક્લિનિક પર જઇ મળવા દબાણ કરતો અને પરેશાન કરવાનુ શરૂ કર્યું હતું.

હદ તો ત્યારે થઇ જ્યારે મહિલાએ મોબાઈલ બ્લોક કરી દેતા આ શખ્સે જુદા જુદા ૧૭ મોબાઈલ નંબરથી મેસેજ અને ફોન કરીને પરેશાન કરી હતી.
પોલીસે છેડતી બાદ મહિલા તબીબ પાસેથી પુરાવા એકત્ર કરી આરોપીની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.