Western Times News

Gujarati News

મેલાકાઈટઃ આર્થરાઈટિસ અને બેક પેઈનમાંથી મુક્તિ અપાવનાર રત્ન

જીવનમાં અનેક વ્યક્તિ પોતાના હાથની આંગળીમાં અથવા ગળામાં રત્નો ધારણ કરતી હોય છે. રત્નો દ્વારા જીવનમાં પ્રગતિ થાય છે અને ઘણી વખત ભાગ્યોદય પણ થઈ શકે છે. આપણા રાજા-મહારાજાઓ આભૂષણમાં માણેક, હીરા, પન્ના જેવા મોટા રત્નો મઢાવીને પહેરતા હતા. આપણા શાસ્ત્રમાં ૮૪ રત્નો કહેલા છે. એમાં ઘણાં ઉપરત્નોનો પણ સમાવેશ થયેલો છે.

હાલના સમયમાં રત્નો ખૂબ જ મોંઘા હોવાથી તેના ઉપરત્નો અને ક્રિસ્ટલ પહેરવામાં આવે છે. ક્રિસ્ટલ એ જમીનમાંથી નીકળતા વિશિષ્ટ પથ્થરો છે ઘણાં વર્ષો જમીનમાં દટાયેલા રહ્યા હોવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ-અલગ કલર તથા જાતના ક્રિસ્ટલ પ્રાપ્ત થાય છે. આ ક્રિસ્ટલ ભારત, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, યુ.કે, યુ.એસ.એ. માડાગાસ્કર વગેરે દેશોમાંથી પ્રાપ્ત થાય છે અને તેને ધારણ કરવાનું મહત્વ અનેરું છે.

આજે એવા જ એક ક્રિસ્ટલની વાત કરવાની છે. જે લાગણી અને સ્વાસ્થ્યસંબંધી બાબતોમાં આપણને ઘણો લાભ આપે છે. તેનું અંગ્રેજી નામ મેલાકાઈટ છે, જેને આપણે કિડની સ્ટોન તરીકે પણ ઓળખીએ છીએ. તેનો રંગ લીલો હોય છે

અને તેમાં સફેદ લાઈનિંગ હોય છે. કિડનીને લગતાં તમામ પ્રકારના દર્દોમાંથી તે સહેલાઈથી બહાર કાઢતો હોવાથી જ તેને કિડની સ્ટોન કહે છે. આ સ્ટોન પોલિશ થયેલો અને ચળકતો હોવો જાેઈએ, જેથી તે અસરકારક સાબિત થાય.

આ સ્ટોન ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોમાં રાહત પહોંચાડે છે. જેમ કે, આર્થરાઈટીસ, અસ્થમા, બેક પેઈન, વાઈરલ ઈન્ફેકશન, બ્રિધિંગ પ્રોબ્લેમ વગેરે. શરીરમાંથી ખરાબ તત્વોને બહાર કાઢી શરીરને ડિટોક્સ કરે છે. કેન્સર, કિમોથેરાપી, દાંતનો દુખાવો, માઈગ્રેન, ઈનફર્ટિલિટી, લિવર ડિટોક્સ, ફેફસા અને મસલ્સ પેઈનમાં રાહત આપે છે.

આ સ્ટોનને ટ્રાન્સફોર્મેશન રત્નનું બિરુદ આપવામાં આવેલું છે. આ રત્ન ધારણ કરવાથી ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવે છે તેમજ શરીરમાં રહેલી અશુદ્ધિઓ ખૂબ જ ઉંડાણથી દૂર કરે છે. આ સ્ટોનની ખાસિત એ છે કે તે વ્યકિતને બેલેન્સ, એબેન્ડન્સ, અભિવ્યક્તિ અને ઈન્ટેન્શન તથા ખૂબ જ પાવરફુલ આધ્યાત્મિકતા આપે છે એટલે જ તેને પરિવર્તનકારી રત્ન કહે છે.

આપણા શરીરમાં રહેલાં સાત ચક્રમાંથી થ્રોટ ચક્ર ઉપર ખૂબ જ સારું કામ કરે છે. જેને થાઈરોઈડ હોય તેમણે આ રત્ન ગળામાં ધારણ કરવાથી તે ચક્ર કલીન, બેલેન્સ તેમજ એક્ટિવ થાય છે. તે અનબેલેન્સ ઈમોશનને બેલેન્સ કરે છે.

અત્યારે આપણી આસપાસ રેડિયો એક્ટિવ કિરણો પુષ્કળ પ્રમાણમાં છે. બાળકો તથા મોટી વ્યક્તિઓ સતત મોબાઈલનો ઉપયોગ, ટીવી, કમ્પ્યૂટરના સંપર્કમાં રહે છે આવા સમયે તે કિરણો શરીરની ઓરાને ખૂબ જ નુકસાન કરે છે ત્યારે આ સ્ટોન ધારણ કરવાથી તે કિરણોને શોષી લે છે અને ઓરાને એક પ્રકારનું શિલ્ડ પુરું પાડે છે. જેથી ખરાબ કિરણો અને પોલ્યુશનથી આપણું રક્ષણ થાય છે.

સાઈઝમાં ખૂબ જ મોટો હોય તેવા મેલાકાઈટ સ્ટોનને ઘરના ડ્રોઈંગ રૂમમાં અથવા ઓફિસના મિટિંગ રૂમમાં રાખવાથી કુદરતી સપોર્ટ મળે છે અને એકબીજા સાથે હળીમળીને રહેવાની ઉર્જા પ્રાપ્ત થાય છે.

આ રત્ન ખૂબ જ બેલેન્સિંગ રત્ન હોવાથી તૂટેલાં હાડકા અને મસલ્સના દર્દોમાં ખૂબ જ ઝડપથી પરિણામ આપે છે. જે લોકોનો જન્મ ર૦ એપ્રિલથી ર૧ મેની વચ્ચે થયો હોય તેમના માટે આ ક્રિસ્ટલ વરદાન રૂપ સાબિત થાય છે. આથી તેઓએ જરૂરથી ધારણ કરવું જાેઈએ.

સામાન્ય રીતે કેન્સર તથા જે લોકો કિમોથેરાપી અથવા રેડિયેશન લે છે તેમણે જરૂરથી આ સ્ટોન ગળામાં તથા હાથમાં ધારણ કરવું જાેઈએ. આ રત્નથી ઝડપી હીલિંગ થાય છે અને તકલીફમાં રાહત મળે છે.

નાનાં બાળકો ઉંઘમાં ઝબકી જાય અથવા વારંવાર નજર લાગી જતી હોય ત્યારે આ રત્ન પાસે રાખવાથી નકારાત્મકતા ઉર્જા કામ કરતી નથી અને વળી જાે ફિરોઝા રત્ન પણ સાથે રાખવામાં આવે તો ખૂબ જ સારું પ્રોટેકશન મળે છે.

આ રત્ન ખૂબ નકારાત્મક ઉર્જા ખેંચતું હોવાથી તેને વારંવાર ચોખ્ખા પાણીથી સાફ કરવું ખૂબ જ જરૂરી છે અને જે પ્રોબ્લેમ માટે ધારણ કરવાનું હોય તેને લગતા મંત્રોથી એક્ટિવેશન કરવું જરૂરી છે, જે સારા હીલર તરીકે કામ કરે છે.

જે લોકોને શોર્ટ ટર્મ મેમરી એટલે કે માણસોના નામ, રોજિંદી વાતો ભૂલી જવાની બીમારી હોય તેણે આ ક્રિસ્ટલ ગળામાં ધારણ કરવો જાેઈએ. સામાન્ય રીતે પાંચ કેરેટથી લઈને પ્રોબ્લેમ મુજબનું ક્રિસ્ટલ ધારણ કરવું જાેઈએ.

અકીકને ગળામાં પેન્ડન્ટ તરીકે ધારણ કરવાથી સર્વત્ર માન-મર્યાદા વધે છે. આ ક્રિસ્ટલ વાકપટુતા આપે છે રત્નધારકને પ્રેતાત્મા કષ્ટ આપી શકતા નથી. આ ઉપરાંત સંધિવામાં પણ તે લાભપ્રદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.