મેલાનિયા ટ્રંપ વ્હાઇટ હાઉસ ખાલી કરવાની તૈયારીમાં લાગ્યા
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ભલે અત્યાર સુધી હાર સ્વીકાર કરવા તૈયાર ન હોય અને તે પદ છોડવા માટે પણ તૈયાર ન હોય પરંતુ તેમની પત્ની અને દેશની પહેલી મહિલા મેલાનિયા ટ્રંપે વ્હાઇટ હાઉસ છોડવાની તૈયારી શરૂ કરી દીધી છે.
મેલાનિયા ટ્પ નવેમ્બર મધ્યમાં જ વ્હાઇટ હાઉસ છોડી ફલોરિડાના માર એ લીગો ખાતે આલીશાન પોમ બીચમાં શિફટ થવાની તૈયારી કરી રહી હતી. તે ત્યાં નવી ઓફિસ પણ ખોલી શકે છે.
મેલાનિયા તરફથી આવી રહેલ અહેવાલો અનુસાર ટ્રંપ ભલે સત્તા હસ્તાંતરણની સરકારી કોશિશો છતાં પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે પરંતુ તેમનો પરિવાર તેમાં તેમને સમર્થન આપતો નથી આ પહેલા ટ્રંપના જમાઇ જૈરેડ કુશનલે પણ વ્હાઇટ હાઉસ છોડી ફલોરિડા વાળા ઘરમાં શિફટ થવાનુું મન બનાવાવ્યુ હતું સીએનએનએ મેલાનિયાની ભાવ યોજના પર રિપોર્ટ જારી કર્યો છે તે અનુસાર જાહેર રીતે ભલે જ મેલાનિયા રાષ્ટ્રપતિની હાંમાં હાં મિલાવતી નજરે પડે પરંતુ હકીકત એ છે કે તે નવેમ્બર મધ્યમાં રાજયોની સ્થિતિ સ્પષ્ટ થતાં જ વ્હાઇટ હાઉસ છોડવાનું મન બનાવી ચુકયા હતાં.
તેમના નજીકનાનું કહેવુ છે કે હવે તે પોતાના ઘરે જવા ઇચ્છે છે અને તેમણે આ બાબત પોતાના વિશ્વાસપાત્ર માર્સિયા કૈલીને કામ પણ સોંપ્યું છે. કૈલીએ વ્હાઇટ હાઉસમાં હાજર ખાનગી સામગ્રીની યાદી પણ બનાવી છે જે ફલોરિડા મોકલવામાં આવનાર છે.
મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રંપને એક ૧૪ વર્ષીય પુત્ર બેરોન પણ છે મેલાનિયા ઇચ્છે છે કે પાવર ટ્રાજિશન સરળતાથી થાય બેરોજ મેરીલૈડથી ફલોરિડાની સ્કુલમાં શિફટ થશે સુત્રોના જણાવ્યા અનુસાર મેલાનિયા કેટલીક સામગ્રી તો પહેલા જ ફલોરિડા પોમ બીચમાં મોકલી ચુકી છે.મેલાનિયા ઇચ્છે છે કે તે પોતાના પુત્ર પર વધુ ધ્યાન આપે અમરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જાે બ્રિડેનના પુત્ર હંટર બ્રિડેને કહ્યું કે દેશના ડેલાવેયર રાજયમાં તેમની ટેકસ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.HS