મેલાનિયા-ટ્રમ્પની સાથે દીકરી ઈવાન્કા પણ ભારત આવશે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. હવે તેમના ભારતના પ્રવાસ દરમિયાન તેમની દીકરી ઈવાન્કા ટ્રમ્પ પણ આવી શકે છે તેવા અહેવાલ ન્યૂઝ એજન્સી તરફથી આવી રહ્યા છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલનિયા ટ્રમ્પની સાથે તેમની દીકરી ઇવાન્ક ટ્રમ્પ પણ ભારત આવી શકે છે. આ ઈવાન્કા ટ્રમ્પનો બીજો ભારત પ્રવાસ હશે. આ પહેલા ઈવાન્કા વર્ષ 2017માં હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે આવી હતી. ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને જમાઈ ઉપરાંત એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હશે. તેમની સાથે અમેરિકાના બિઝનેસ પ્રતિનિધિઓ રૉબર્ટ લાઇથિજર, એનએસએ રોબર્ટ ઓ બ્રાયન, સચિવ સ્ટીવ મનૂચીન, કોમર્સ સચિવ રૉસ અને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલયના ડાયરેક્ટર માઇક મુલવાને પણ હશે. જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે ઈવાન્કાના આ પ્રવાસનો એજન્ડા શું છે. નોંધનીય છે કે ઈવાન્ક અનેક પ્રસંગે પીએ નરેન્દ્ર મોદી અને ભારતના ખૂબ વખાણ કરી ચૂકી છે.