મેલેરિયા થયો હોવા છતાં કૃતિ ખરબંદાએ શૂટિંગ કર્યું
મુંબઈ: ૨૦૨૦નું વર્ષ મોટાભાગના એક્ટર્સ માટે મુશ્કેલ રહ્યું. ખાસ કરીને તેમના માટે જેઓ લોકડાઉનના સમયમાં એકલા અને કુટુંબથી દૂર રહ્યા હતા. એક્ટ્રેસ કૃતિ ખરબંદા પણ એક આકરી કસોટીમાંથી પસાર થઈ હતી. કારણ કે, ગયા વર્ષના નવેમ્બર મહિનામાં તેને મેલેરિયા થયો હતો.
તેણે મન મક્કમ કરીને આ બીમારી સામે લડવું પડ્યું, કારણ કે તેણે પ્રોજેક્ટ પણ પૂરા કરવાના હતા. તે સમયગાળાને યાદ કરતાં હાઉસફુલ ૪ની એક્ટ્રેસે કહ્યું કે, નવેમ્બર મહિનામાં મને મેલેરિયા થયો હતો.
મને ત્રણ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જાે કે, ૧૪ ફેરેનું શિડ્યૂલ મારા કારણે અટવાઈ તેમ હું નહોતી ઈચ્છતી. તેથી મેં આગ્રહ કર્યો કે, અમે શિડ્યૂલ પ્રમાણે જ શૂટિંગ શરુ કરીએ. મેલેરિયા થયો તેના ૧૦ દિવસ બાદ જ મેં શૂટિંગ શરુ કર્યું હતું. વધુમાં અમે લખનઉમાં હતા અને દિવસમાં ૧૮ કલાક શૂટિંગ કરતાં હતા.
કેમેરાનો સામનો કરવા માટે દુલ્હનની જેમ તૈયાર થવામાં એક્ટ્રેસને ત્રણ કલાક લાગતા હતા. તેણે ઉમેર્યું કે, ‘મારું છ કિલો વજન ઉતરી ગયું અને તણાવ મારા શરીર તેમજ સ્કિન પર દેખાતો હતો.
હું ખુશ છું કે, શિડ્યૂલ પ્રમાણે શૂટિંગ કરવામાં હું સક્ષમ રહી હતી. આખી ટીમના સપોર્ટ વગર તે શક્ય નહોતું. ૧૪ ફેરેમાં કૃતિ ખરબંદા પહેલીવાર વિક્રાંત મેસી સાથે જાેવા મળવાની છે.
આ અંગે તેણે કહ્યું કે, ‘જાે કો-સ્ટાર્સ અને તમારી વચ્ચે ઘણી બાબતો સામાન્ય હોય તો તે બોન્ડિંગ વધારવામાં અને કામ સરળ કરવામાં મદદ કરે છે.
વિક્રાંત માત્ર ફેન્ટાસ્ટિક એક્ટર જ નથી, પરંતુ સારો કો-સ્ટાર પણ છે. ફૂડ, કોમેડી અને સિનેમા પ્રત્યેના અમારા પ્રેમના કારણે અમારું બોન્ડિંગ બન્યુ. અમે સેટ પર સાથે ઘણો સમય પસાર કરતા હતા. અમે ક્રિકેટ પણ રમતા હતા.
આ પહેલીવાર નથી જ્યારે કૃતિ ઓન-સ્ક્રીન પર દુલ્હન બની હોય. તે શાદી મેં જરુર આના અને વીરે કી વેડિંગમાં પણ દુલ્હન બની ચૂકી છે. રિયલ લાઈફમાં પણ તેના લગ્ન ગ્રાન્ડ હોઈ શકે છે. લોકો ઓછા સભ્યો સાથે લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે, તે વાતનો તેને આનંદ છે.