Western Times News

Gujarati News

શામળાજી ડીપ પર પાણી ફરી વળતા કોલેજની બી.એ અને એમ.એ.ની પરીક્ષા રદ

 શામળાજી: શામળાજી પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અનેક કાચા મકાનો ધરાશાયી થવાની સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યા છે અનેક જર્જરિત મકાનો પડું…પડું હાલતમાં છે શામળાજી પંથકમાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે  મેશ્વો ડેમ વારંવાર ઓવરફલો થવાથી મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ પેદા થતા શામળાજી ડીપ પર ત્રણ દિવસથી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે શામળાજી કોલેજમાં બી.એ અને એમ.એ.ની સેમિસ્ટર પરીક્ષા રદ કરવા ફરજ પડી છે

મેશ્વો ડેમ ઓવરફ્લો થતા શામળાજી સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ડીપ પર પાણી ફરી વળતા શામળાજી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોનો જીવાદોરી સમાન માર્ગ બંધ થઇ જતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે શામળાજી હાઇવે થી  સિવિલ હોસ્પિટલ અને શાળા મા જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે ઓવરફ્લો ના પાણી સિવિલ હોસ્પિટલ ની અંદર ઘૂસી જવાથી દર્દીઓની હાલત કફોડી બની છે.

પુલ ઉપર વાહન વ્યવહાર બંધ થવાથી આસપાસના અનેક ઞામો નો સંપર્ક તૂટી ગયો છે  તેમજ હાઇસ્કુલ અને શાળા માં જતા  આશરે ૮,૦૦૦ વિદ્યાર્થીઓના ભણતર પર ભારે જોખમ ઊભું થયું છે હવે લોકોમાં હાઇવે થી  સિવિલ તરફ જતા રસ્તા પર ઊંચો પુલ બનાવાની માંગ તીવ્ર બની છે તો જોવાનુ રહશે કે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામા આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.