મેશ્વો નદી પર ખારીથી ખેરંચા રોડ પર બનાવેલ ડીપ તૂટતાં ગ્રામજનોએ રામધૂન બોલાવી
અરવલ્લી જીલ્લામાં થતા રોડ,પુલ, ડીપ અને ચેકડેમ સહીત વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની અનેક બૂમો ઉઠી છે સ્થાનિક રાજકારિણીઓ અને અધિકારીઓની મીલીભગત થી વિકાસના કામોના પૈસા ખિસ્સામાં મૂકી દેતા હોવાથી વિકાસ રૂંધાયો છે શામળાજી નજીક ખારી ગામથી ખેરંચા જવાના માર્ગ પર આવેલ મેશ્વો નદી પર લાખ્ખો ખર્ચે બાનાવેલ ડીપ ૬ મહિનાના ટૂંકા ગાળામાં તૂટી પડતા ખારી સહીત આજુબાજુના ગ્રામજનોએ રામધૂન બોલાવી તૂટી ગયેલ ડીપ નું સમારકામ કરવાની માંગ કરી હતી .
શામળાજી નજીક આવેલા ખારી થી ખેરંચા ગામ ને જોડાતો ડીપ મેશ્વો નદી પર બનાવવામાં આવ્યો હતો આ ડીપ ખારી,ખેરંચા,નાપડા,વજાપુર, ખોડંબા,મેરાવાડા ,ખેરાડી સહીત ૧૫ જેટલા ગ્રામજનો માટે જીવાદોરી સમાન છે ૬ મહિના અગાઉ આ ડીપના નિર્માણ સમયે ખારી ગામના જાગૃત નાગરિકોએ ડીપ ના કામકાજમાં હલકી કક્ષાનું અને ગુણવત્તા વગરનું હોવાની કોન્ટ્રાકટર અને જવાબદાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને અનેક વાર રજુઆત કરવા છતાં ભ્રષ્ટાચારમાં મદ-મસ્ત બનેલ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ગ્રામજનોની રજુઆત ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ ગામલોકોએ કર્યો હતો ખારી-ખેરંચા ડીપ બાનાવેલ રોડ પ્રજાજનો માટે ખુબજ ઉપયોગી બની રહ્યો હતો મેશ્વો નદી પર ડીપનું નિર્માણ થતા આજુબાજુના ગ્રામજનોના બાળકોના અભ્યાસ માટે અવર-જવર માટે પણ મહત્વરૂપ બની રહ્યો છે.