મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માંગે છે
ઇસ્લામાબાદ: મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલા કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માંગે છે, તે અંગેની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન મહેવિશે પોતાની ઇચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. આ સાથે મહેવિશે જણાવ્યું હતું કેે તે કેવી રીતે પાકિસ્તાનના વડાપ્રધાન બની શકે છે.
દાઉદ ઇબ્રાહિમ અને મેહવિશ હયાતનો ખૂબ ગાઢ સંબંધ છે અને તે દાઉદની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે. જાે કે, આ બંનેએ પોતાના સંબંધોને અતિ પ્રાઇવેટ રાખ્યા છે, પરંતુ જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં તેમના આ ખાનગી સંબંધો જાહેર થઇ ગયા ત્યારે દાઉદ ઇબ્રાહિમ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તેનાથી ૨૭ વર્ષ નાની મેહવિશ હયાત દાઉદ ઇબ્રાહિમની સૌથી મોટી કમજાેરી માનવામાં આવી રહી છે.
પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાતે ઘણી પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘પંજાબ નહીં જાંગી’, ‘જવાની ફિર નહીં આની’ મુખ્ય છે. મેહવિશે પાકિસ્તાની ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ ઈચ્છા વ્યક્ત કરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મેહવિશ હયાતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો રાજકારણ તરફનો લગાવ ઘણો વધી ગયો છે. રાજનીતિ એ એક વસ્તુ છે, જેને મારે એક વિષય તરીકે આગળ વધારવી છે. જ્યારે હોસ્ટે મેહવિશ હયાતને પૂછ્યું કે, શું તે રાજકારણમાં કારકિર્દી બનાવવા માંગે છે, ત્યારે તેણે વિશ્વાસપૂર્વક “ઈન્શાલ્લાહ” કહ્યું હતું.
મેહવિશ હયાતને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે સંસદ દ્વારા અથવા કોઈ રાજકીય પક્ષ દ્વારા રાજકારણમાં પ્રવેશ કરશો? જેનો જવાબ હયાતે હસીને આપ્યો હતો, તેણે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરવાનો છે. હું સાંસદ તરીકે પાકિસ્તાની સંસદમાં પહોંચું છું કે, હું મારી પોતાની એક અલગ રાજકીય પાર્ટી બનાવીશ, એ તો સમય પર આધાર રાખે છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન રાજકારણ વિશે વાત કરતા મેહવિશ હયાતે કહ્યું કે, તે વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીટીઆઇની રાજનિતીથી પ્રેરિત છે. મેહવિશે કહ્યું કે, હું ઇમરાન ખાનના રાજકારણમાંથી પ્રેરણા લઉં છું. કારણ કે, તેમણે સામાજિક વિચારસરણીમાં પરિવર્તન લાવ્યા છે. જાે કોઈ ક્રિકેટર દેશના વડાપ્રધાન બની શકે છે, તો ચોક્કસ કોઈ અભિનેત્રી પણ દેશની વડાપ્રધાન બની શકે છે. હોસ્ટે હયાતને પૂછ્યું કે, શું હયાતે ઇમરાન ખાનને વડાપ્રધાન પદ માટે પડકાર આપશે? ત્યારે મેહવિશે જણાવ્યું કે, હું ઇમરાન ખાનને પડકારવા નથી માંગતી, પરંતુ જાે મારે તેમને પડકારવા જ હોય તો મારે તે માટે વડાપ્રધાન પદના દાવેદાર બનવું પડે.
મેહવિશ હયાતની શરૂઆતની કારકીર્દિ ખાસ રહી ન હતી, પણ અચાનક તેને ઘણી મોટી ફિલ્મો મળવા લાગી, જે કારણે પાકિસ્તાની મીડિયામાં મેહવિશ હયાતની સફળતા પાછળ કરાંચીના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિને જવાબદાર માનવામાં આવતા હતા. જે બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતનો વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમ સિવાય બીજા કોઈ દ્વારા પણ મેહવિશ હયાતની મદદ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, દાઉદ જ્યારે ભારતમાં હતો, ત્યારે દાઉદ ઇબ્રાહિમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સારી પકડ હતી અને પાકિસ્તાન ભાગી ગયા બાદ પણ તે પકડ મજબૂત રહી હતી. દાઉદ લાહોર અને કરાંચીમાં પણ ફિલ્મ નિર્માતાઓ સાથે લાંબા સમયથી જાેડાયેલા છે.મેહવિશ હયાતને ‘તમગા એ ઇમ્તિયાઝ’ એવોર્ડ પણ મળ્યો છે, જે પાકિસ્તાનમાં એક પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે,