મે મહિનાથી અત્યાર સુધીમાં ૮.૪૩ લાખ લોકો કેરળ પાછા આવ્યા
પાછા આવેલામાંના લગભગ ૫.૫૨ લાખ લોકોની નોકરી ગઈ, કેટલાકના રોજગાર વિઝા સમાપ્ત થઈ ગયા હતા
થિરૂવનંતપુરમ, કોવિડ-૧૯ મહામારીના કારણે આવેલા આર્થિક સંકટના કારણે મે મહિનાથી અત્યાર સુધી ૮.૪૩ લાખ લોકો કેરળ પાછા આવ્યા છે. આમાંથી લગભગ ૫.૫૨ લાખ લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. કેરળ રાજ્ય સરકારના અપ્રવાસી કેરળવાસીઓના મુદ્દાઓના વિભાગે આ સંબંધમાં આંકડા મેળવ્યા છે.
આ પ્રમાણે મે ૨૦૨૦ના પહેલા અઠવાડિયાથી ૪ જાન્યુઆરી ૨૦૨૧ સુધી કુલ ૮.૪૩ લાખ મલયાલી લોકો વિદેશથી કેરળ પાછા આવ્યા છે. આમાંથી લગભગ ૫.૫૨ લાખ લોકોની નોકરી ગઈ છે.
નોકરી જનારા લોકોમાંથી એક મહિનામાં ૧.૪૦ લાખ લોકોની નોકરી ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે કેરળ પાછા આવનારા લોકોની સંખ્યામાં મોટી સંખ્યા એ લોકોની પણ છે જેમણે પાછા આવવાનું કારણ તેમનો રોજગાર વીઝા સમાપ્ત થયો તે જણાવ્યું. લગભગ ૨.૦૮ લાખ લોકોએ પોતાના સ્વદેશ આવવાનું કારણ નોકરી વીઝા ખત્મ થવા ઉપરાંત જણાવ્યું છે. આ ઉપરાંત પાછા ફરનારા લોકોમાં પરિવારના સભ્યો, બાળકો અને વરિષ્ઠ નાગરિક સામેલ છે.
સરકારી આંકડા જણાવે છે કે, કોવિડ-૧૯ મહામારીથી પેદા થયેલું રોજગાર સંકટ જાે ચાલું રહે છે તો કેરળની અર્થવ્યવસ્થા પર લાંબા સમય સુધી અસર થશે. કેરળની અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ પશ્ચિમી એશિયામાં કામ કરનારા લોકો દ્વારા મોકલવામાં આવતા પૈસા છે.
જાે કે નિષ્ણાતો કહે છે, હવે કેટલાક લોકો નવી જગ્યાએ કામની શોધમાં પણ જશે. આ ઉપરાંત નિષ્ણાતો અનુસાર વિદેશથી આવનારા પૈસા (રેમિટેંસ)માં ઘટાડો આવવાનો અણસાર પણ ઓછો છો, પરંતુ તેમનું અનુમાન છે કે ૨૦૨૦માં આ વધીને એક લાખ કરોડ રૂપિયા થઈ જશે, જે ૨૦૧૮માં ૮૫,૦૦૦ કરોડ રૂપિયા હતા.