મે મહિના સુધીમાં ૬૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશભરના પહેલા ચરણના સીરો સર્વેના પરિણામની જાહેરાત કરી દીધી છે. આ પરિણામ હેરાન કરી દે તેવા છે. સર્વે મુજબ મે મહિના સુધી દેશમાં લગભગ ૬૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા. પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે આ સર્વે કરવામાં આવ્યો છે. મે સુધી ૦.૭૩% વયસ્ક એટલે કે ૬૪ લાખ (૬૪,૬૮,૩૮૮) લોકોને કોરોના વાયરસથી સંપર્કમાં આવવાનું અનુમાન લગાવવામાં આવે છે.
સર્વેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરટી-પીસીઆર ટેસ્ટથી કોરોનાના દરેક મામલાની પુષ્ટિ માટે ભારતમાં ૮૨-૧૩૦ સંક્રમણ હતું. સેરો સર્વેથી એવું પણ જાણવા મળ્યું છે કે ગામના લગભગ ૪૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સર્વે હેઠળ સામાન્ય રીતે એ વાત જાણી શકાય છે કે કયા જિલ્લા કે શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને ઠીક થઈ ચૂક્યા છે. શરીરમાં ઉપસ્થિત એન્ટીબોડીથી તેના વિશે જાણી શકાય છે.
![]() |
![]() |
આ ઉપરાંત તેનાથી એવું પણ જાણી શકાય છે કે શું કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ઓર તો નથી પહોંચી ગયો ને. સીરો સર્વેનું પહેલું ચરણ આ વર્ષે અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં લૉકડાઉન દરમિયાન મે મહિનામાં હાથ ધરવામાં આવ્યું હતું. આઈસીએમઆર મુજબ, આ સર્વે ૧૧ મેથી લઈને ૪ જૂનની વચ્ચે કરાવવામાં આવ્યો. આ દરમિયાન ૨૮,૦૦૦ વયસ્કોના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે ૨૧ રાજ્યોના ૭૦ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો.
આ સર્વે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થયો. વિસ્તારોના હિસાબથી પોઝિટિવિટી આવી રીતે રહી- ગ્રામિણ- ૬૯.૪%, શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તાર- ૧૫.૯%, શહેરી નોન-સ્લમ વિસ્તાર- ૧૪.૬%. ઉંમરના હિસાબથી પોઝિટિવિટી રેટ આ પ્રકારે રહ્યો ૧૮-૪૫ વર્ષ- ૪૩.૩% , ૪૬-૬૦ વર્ષ- ૩૯.૫% , ૬૦ વર્ષથી ઉપર- ૧૭.૨% રહ્યો.
દેશમાં કોવિડ-૧૯ના મામલા ૪૦ લાખના આંકડાને પાર કરવાની સાથે તેના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવાને લઈ ચિંતા વધી ગઈ છે કારણ કે ત્યાં ચિકિત્સા સુવિધાઓના માળખામાં અભાવ છે. ભારતની ૧.૩ અબજ વસ્તીના ૬૫ ટકા હિસ્સો ગામોમાં છે અને હાઉ ઈન્ડિયા લિવ્સ વેબસાઇટ મુજબ દેશમાં ૭૧૪ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના મામલા સામે આવ્યા છે, જેનાથી ૯૪.૭૬ ટકા વસ્તી ખતરાનો સામનો કરી રહી છે.