મે મોદી અને શાહને કહેવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ ખોટા માર્ગે છે: સત્યપાલ મલિક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
ચંડીગઢ, આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હરિયાણાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય સોમ્બીર સંઘવાનને લખેલા પત્રમાં મલિકે ખેડૂત આંદોલન મુદ્દે ટીપ્પણી કરી હતી.
સત્યપાલિક મલિકે પત્રમાં જણાવ્યું હતું કે હું પીએમ મોદી તથા ગૃહમંત્રીને કહી ચૂક્યો છું કે ખેડૂતોને દિલ્હીથી ઠાલા હાથે પાછા ન મોકલવા જાેઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને ન્યાય કરવો જાેઈએ. ડરાવી, ધમકાવીને કે ધાક-ધમકીથી ખેડૂત આંદોલન કચડી નાખવું બરોબર નથી. હું મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ.
મલિકે જણાવ્યું કે હું પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળ્યો હતો અને તેમને ખેડૂતોને ન્યાય આપવાની અપીલ કરી. મેં તેમની સાથેની બેઠકમાં સ્પસ્ટ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ ન કરવો જાેઈએ. કેન્દ્ર સરકારે ખેડૂતોની માગ માનીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જાેઈઓએ. હું ભવિષ્યમાં પણ આવો પ્રયાસ કરતો રહીશ. જે શક્ય હોય તે હું કરતો રહીશ.
મલિકે લખ્યું કે હું તમને ખાતરી આપવા માગું છું કે હું કદી પણ ખાપ પંચાયત સાથે છેડો નહીં ફાડુ. હું મે ના પહેલા અઠવાડિયામાં ભારત આવી રહ્યો છે ત્યારે તમામ નેતાઓની મળીને ખેડૂતોની તરફેણમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરીશ. ખેડૂતોએ એકદમ શાંતિપૂર્ણ રીતે અદ્દભૂત લડાઈ લડી છ અને ખેડૂતોએ તેમના આ સંઘર્ષમાં ૩૦૦ સાથીઓ ગુમાવ્યાં છે.
આટલી મોટી કરુણ અને ગંભીર ઘટના બની હોવા છતાં પણ કેન્દ્ર સરકારે દુખનો એક હરફ પણ ઉચ્ચાર્યો નથી તે ચિંતાનો વિષય છે.