મૈત્રી સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં પ્રથમ વાર દિવ્યાંગ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
આજરોજ પીજ ભાગોળ નડીયાદ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ના ૬૧ માં જન્મદિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં પ્રથમ વાર દિવ્યાંગ વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગમાં નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલભાઈ અમીન,મૈત્રી સંસ્થાના ચેરમેન પીનકીનભાઈ અમીન ,વાઇસ ચેરમેન મનીષ ભાઈ દેસાઈ નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ,જિલ્લા ભાજપના મહામંત્રી વિકાસભાઈ શાહ, તેજસભાઈ પટેલ તથા અન્ય મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા. સર્વપ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કેક કાપી મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આજરોજ દિવ્યાંગ વેક્સિનેશન કાર્યક્રમમાં નડિયાદ,ઉત્તરસંડા, પીપલગ, મંજીપુરા ,વડતાલ વિદ્યાનગર ,આણંદ, પેટલાદ આખડોલ,અલીન્દ્રા,કઠલાલ, વડતાલ, મોરેલ, ડભાણ,મહુધા, મહેમદાવાદ, ભુમેલ વગેરેથી મોટી સંખ્યામાં દિવ્યાંગો તથા તેમના વાલીઓએ ઉપસ્થિત રહી દિવ્યાંગ વેક્સિનેશન કાર્યક્રમનો લાભ લીધો હતો .
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર તથા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.વિપુલભાઈ અમીન તથા તેમની ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.