મૈનપુરીમાં ફોન ચોરીના શકમાં પિતાએ બે પુત્રોની હત્યા કરી
મૈનપુરી, ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઇકાલે મોડી રાતે બે હત્યાઓથી સનસનાટી મચી ગઇ હતી પિતાએ બંન્ને પુત્રીઓને મોતના ઘાટ ઉતારી દીધી અને ફરાર થઇ ગયો હતો. જો કે થોડીવાર બાદ ખુદ તે પોલીસે સ્ટેશનમાં પહોંચ્યો હતો.પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં પણ ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે.
મળતી માહિતી અનુસાર કોતવાસી વિસ્તારના ગ્રામ ધારઉમાં સુખદેવ શર્મા પુત્રે પોતાની બે પુત્રીઓ નેહા ૨૦ અને અનામિકા ૮ની ગોળી મારી હત્યા કરી દીધી હત્યાકાંડ બા આરોપી પિતા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો આ જાણકારી પરિવારને મળતા તે પણ સ્તબ્ધ થઇ ગયો હતો હત્યા કર્યા બાદ ફરાર પિતા પકડાઇ જવાના ભયે ખુદ જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો આથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.
સુખદેવ શર્મા મિસ્ત્રી છે તેના ધરની આર્થિક સ્થિતિ સારી ન હતી બંન્ને પુત્રીઓ યુવાવસ્થામાં હતાં ઘરના લાલન પાલનમાં પણ મુશ્કેલી થઇ રહી હતી આથી ઘરમાં કલહ થતો રહેતો હતો.મંગળવારે પુત્રીઓ પાસે જ એક હોલી મિલન સમારોહમાં ગઇ હતી ત્યાંથી એક વ્યક્તિનો મોબાઇલ કરી થઇ ગયો હતો તેણે બંન્ને બહેનો પર ચોરીનો આરોપ લગાવ્યો હતો આથી સુખદેવ ખુબ પરેશાન હતો એક અટકળો એ પણ છે કે આજ કારણે તેણે પોતાની પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી. પિતા દ્વારા પુત્રીઓની ગોળી મારી હત્યા કરવાની માહિતી મળી હતી આથી પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને તેમના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં અને થોડીવારમાં પિતાની ધરપકડ કરી હતી તેની હાલ પુછપરછ કરવામાં આવી રહી હોવાનું મૈનપુરી એએસપી ઓમપ્રકાશ સિંહે જણાવ્યું હતું.