મૈસૂર ગેંગરેપ મામલે તમિળનાડુથી પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ
મૈસૂર, મૈસુર દુષ્કર્મ કેસમાં પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. બધા જ આરોપી તમિળનાડુના રહેવાસી છે અને મૈસૂરમાં મજૂરીકામ કરતા હતા.આરોપીઓ અહી ફરવા આવતા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે. ૨૪ ઓગસ્ટે રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓમાંથી એકે પીડિતા અને તેના મિત્રને માર માર્યો અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીઓની ધરપકડની માહીતી રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પોલીસે મૈસુર દુષ્કર્મ કેસને ખુબ ગંભીરતાથી લીધો છે. તપાસ માટે ૫ ટીમ બનાવવામાં આવી હતી. આરોપીઓ પોલીસ સ્ટેશનમાં છે. મહત્વનું છે કે ૨૪ ઓગસ્ટે મૈસુરમાં ચામુંડી હીલ પાસે ૫ લોકોએ એક મેડિકલ વિદ્યાર્થીની પર કથિત રૂપથી ગેંગરેપ કર્યો હતો. ઘટના સમયે પીડિતાનો એક મિત્ર પણ તેની સાથે હતો જેને આરોપીઓએ માર માર્યો હતો.
આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે કર્ણાટક ડ્ઢય્ઁને પત્ર લખ્યો હતો. ઘટના બાદ મૈસુર યુનિવર્સિટીએ સાંજે ૬ વાગ્યા બાદ લોકોનો કુકરહલ્લી પરિસરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી પરંતુ હવે તે ર્નિણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.HS