Western Times News

Gujarati News

મોંઘવારીના માર વચ્ચે હવે વીજળી થઈ મોંઘી, ગુજરાતમાં સરકારે વીજળીના ભાવ વધાર્યા

ગાંધીનગર, મોંઘવારીના માર વચ્ચે હવે ગુજરાતની જનતા માટે વીજળી મોંઘી થઈ છે. ગુજરાતમાં સરકારી વીજળીના ભાવમાં વધારો થયો છે જીયુવીએનએલએ ફ્યુઅલ સરચાર્જમાં ૨૦ પૈસા વધાર્યા છે. ૧ મેથી પ્રતિ યુનિટનો ભાવ ૨.૫૦ રૂપિયા વસૂલાશે.

જાેકે, ખેડૂતોને આ ભાવ વધારો લાગુ નહિ કરાય. વીજળીનો નવો ભાવ ખેડૂતોને લાગૂ પડશે નહિ. સરકારના આ ર્નિણયથી ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે ૩૨૪૦ કરોડનો બોજ વધશે.

પેટ્રોલ, દાળ-શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધારામાં વધુ એક બાબત સામેલ થઈ છે. ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. વીજળીમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરાયો છે. ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ ૨૦ પૈસાનો વધારો કરાયો છે. જેથી રાજ્યના ૧.૩૦ કરોડ ગ્રાહકોને તેની સીધી અસર થશે.

ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ ૨.૩૦ રૂપિયાથી વધારી ૨.૫૦ રૂપિયા કર્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર વીજ વીતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પહેલી મે ૨૦૨૨થી યુનિટ દીઠ ૨૦ પૈસા લેવાની છૂટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વાર ઈંધણ સરચાર્જના ભાવ વધાર્યા છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરાયો હતો. આમ, ચાર મહિનાના ગાળામાં ૫૦ પૈસાનો વધારો ઝીંકાયો છે.

રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંગી જાહેરસભાને સંબોધનમાં એક જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે જાે આમ આદમી પાર્ટીને મોકો આપવામાં આવશે તો તે વીજળી, શિક્ષણ અને સારવાર મફત કરી દેશે.

દિલ્હીમાં ૨૪ કલાક ફ્રી વીજળી આપી રહ્યો છું ત્યારે મને ધ્યાન પર આવ્યું છે કે ગુજરાતમાં અત્યારે તોતિંગ વીજબીલ આવી રહ્યા છે. તો અમુક વિસ્તારો એવા છે જ્યાં હજુ લાઈટના ઠેકાણા પણ નથી. ત્યારે અમને તક આપવામાં આવશે તો આ હાલત સુધારશું જ સાથે સાથે વીજળી પણ મફત આપીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.