મોંઘવારીના મુદ્દે નડિયાદમાં કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ યોજાયો
નડીયાદ મા મોંઘવારીના વિરોધમા કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ સંતરામ શાર્ક માર્કેટ પાસે ડૉ. આંબેડકર સાહેબ સ્ટેચ્યુ પાસે હલ્લા બોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં માંઘવારીના કારણે સૌના હાલ બેહાલ બન્યા છે . એકબાજુ રોજગારીનો મોટો પ્રશ્ન છે
તો બીજી બાજુ મોંઘવારી હદ બહાર વધી છે . જેના કારણે મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત બની છે . આ પ્રશ્નને વાંચા આપવા વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે .
જે અંતર્ગત આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમમા હાલની પરિસ્થિતિમાં આખા દેશમાં વધતી જતી મોંઘવારી જેમકે પેટ્રોલ – ડીઝલ , ગેસના બોટલ , અનાજ , ખાતર , વીજળી બિયારણ તથા મોટા ભાગની ચીજવસ્તુઓની કૂદકે ને ભૂસકે બેફામ વધારો થયો છે . મોંઘવારી નેવે મૂકી છે અને વધતી જાય છે.
જેને કારણે મધ્યમવર્ગને આર્થિક રીતે નબળા ગરીબ લોકોને ઘર કેમનું ચલાવવું ,છોકરાઓને શિક્ષણ કેમનું આપવું આ તમામ પરિસ્થિતિઓમાંથી પ્રજા જનતા પિસાઈ રહી છે ત્રાહિમામ પોકારી ગયેલ છે , જેના વિરોધમાં કોંગ્રેસે હલ્લા બોલ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો આ મોંઘવારીના વિરોધમાં આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત આયોજન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા . મોંઘવારીમા જરૂરિયાતચિજ વસ્તુઓના ભાવ તુરંત પાછા ખેંચવા માટે કોંગ્રેસે માગ કરી હતી આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માલસિહ રાઠોડ, નડીઆદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી,મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિહ પરમાર, ખેડા જિલ્લા મહીલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ , ગોકુલ શાહ ,એસ કે બારોટ, સુભાષભાઇ આચાર્ય, ચિરાગ બ્રહ્મભટ્ટ, અને મોટી સંખ્યમા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .