મોંઘવારીને લઈને દાહોદ કોંગ્રેસની મહિલાઓ રોડ પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો
દાહોદ: હાયરે મોંઘવારી છેલ્લા કેટલાય સમયથી ગૃહુનીઓનું બજેટ ખોરવતી મોંઘવારીએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ત્યારે આજ રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ મહિલા મોરચા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં સતત વધતા જતા ખાવા પીવા તેમજ ઘર ઘરેલુ વસ્તુઓનો ભાવ વધારાને લઈ દાહોદ શહેર કૉંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓ કારકર્તાઓ મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહી દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોક તાલુકા કચેરી આગણ વિરોધ કરી સરકાર લોકોની પીડાને વાચા આપી હતી.
જેમાં ઘરેલુ ગેસ,ઘર વપરસ તેલ,ખાવા પીવાની તમામ વસ્તુઓનું ભાવ ઓછા થાય એવી સુત્રોચાર કરી વિરોધ નોંધાયો હતો. જે ભાવ ઓછા નહિ થાય તો આવનાર સમયમાં લોકોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી ગાંધી ચીંદયા માર્ગે જવાની ચીમકી દાહોદ શહેર મહિલા કૉંગ્રેસ સમિતિ દાહોદ બાબા સાહેબ આંબેડકર ચોક થી યાદગાર ચોક થઈ નગરપાલિકા સુધી પદ યાત્રા કરી સૂત્રોચાર કરી દાહોદ પ્રાંત કચેરી સુધી પોહચી આવેદનપત્ર પાઠવી ખાદ્ય સામગ્રીના ભાવો ઓછા કરવામાં આવે રજુઆત કરવામાં આવી હતી.