મોંઘવારી આસમાનેઃ ૨૦ જરૂરી ચીજના ભાવ વધ્યા
જાન્યુઆરીમાં ડુંગળીની કિંમતો ૧૯ રૂપિયા હતી જે વધીને હવે ૮૨ રૂપિયા થઇ ચુકી છેઃ સામાન્ય લોકો સામે સમસ્યા |
નવીદિલ્હી, ડુંગળીની રિટેલ કિંમતમાં ઉલ્લેખનીયરીતે વધારો હજુ પણ થઇ રહ્યો છે. રિટેલ કિંમતો ૧૬૦ રૂપિયાના આંકડાને પાર કરી ચુકી છે. આ પહેલા ટામેટાના ભાવ પણ આવી જ રીતે લોકોને લાલ કરી ચુક્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા સોમવારના દિવસે લોકસભામાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં ૨૨ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે.
૨૨ ચીજો પૈકી ૨૦ ચીજોમાં વધારો થયો છે. જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર વચ્ચેના ગાળામાં ડુંગળીની કિંમતમાં ચારગણો વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં ચોખા ૩૦ રૂપિયા, ઘઉં ૨૬ રૂપિયા, લોટ ૨૭ રૂપિયા, બટાકા ૧૭ રૂપિયા, ડુંગળી ૧૮ રૂપિયા કિલોના ભાવે હતા. જૂન મહિનામાં ચોખા ૩૨ રૂપિયા, ઘઉં ૨૬ રૂપિયા, લોટ ૨૮ રૂપિયા અને ડુંગળી ૧૯ રૂપિયા કિલોના ભાવે હતા. નવેમ્બર મહિનામાં ડુંગળીની કિંમત વધીને કિલોદીઠ ૬૧ સુધી પહોંચી હતી.
જ્યારે ડિસેમ્બર મહિનામાં ભાવ ૮૨ રૂપિયા સુધી થઇ ગયા છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ અડદ, મગદાળની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે જ્યારે ચણાદાળની કિંમત યથાવત રાખવામાં આવી છે. ફુડ આઈટમ્સમાં ડિમાન્ડ અને સપ્લાયમાં બેલેન્સ બગડી જવાના કારણે હાલત કફોડી બનેલી છે. હવામાનની અસર પણ જાવા મળી છે. હાલમાં મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના લીધે પાકને ભારે નુકસાન થયું હતું.
જાન્યુઆરી મહિનામાં ડુંગળીની કિંમત સરેરાશ ૧૮ રૂપિયા કિલો હતી. ડિસેમ્બરમાં કિંમતો વધીને ૮૧ સુધી પહોંચી હતી. અડદ દાળની કિંમત ૭૨ રૂપિયા કિલોથી વધીને ૯૫ રૂપિયા થઇ ગઇ છે. મગદાળની કિંમતમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. બટાકાની કિંમતમાં ૪૦ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો નોંધાઈ ચુક્યો છે. ભાવ વધારાના પરિણામ સ્વરુપે સામાન્ય લોકોના બજેટ બગડી રહ્યા છે. સરેરાશ કિંમતોમાં વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બની ગઈ છે. મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોના બજેટ બગડી રહ્યા છે. ચોખા, ઘઉં, લોટ, મગ દાળ, મગફળી તેલ, બટાકા, ડુંગળી, દૂધ સહિતની ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. ચીજવસ્તુઓના ભાવથી લોકો પરેશાન છે