મોંધવારીથી પરેશાન નથી જનતા આદત પડી જાય છે : બિહારના મંત્રી
પટણા: પેટ્રોલ ડીઝલ અને રસોઇ ગેસ સિલિંડરના વધતા ભાવોથી જનતા પહેલા જ પરેશાન છે પરતુ કેટલાક નેતાઓ માટે આ ગંભીર મુદ્દો નથી પેટ્રોલ ડીઝલ ઉપરાંત સામાન્ય જનતા પર મોંધા ફાળ અને શાકભાજીનો માર પણ પડી રહ્યો છે એવામાં બિહારના પર્યટન મંત્રીનું વિવાદિત નિવેદન પરેશાન કરનાર છે.
મોંધવારીના મુદ્દા પર બિહારના પર્યયન મંત્રી નારાયણ પ્રસાદે કહ્યું છે કે સામાન્ય જનતાને મોંધવારીની આદત થઇ જાય છએ તેનાથી જનતા પરેશાન થી નારાયણ પ્રસાદના આ નિવેદન પર હંગામો ઉભો થઇ ગયો છે.
વિધાનસભાના સુત્રની શરૂઆત થઇ હતી અને વિરોધ પક્ષોના ધારાસભ્યોએ રાજય સરકારની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો હતો વિરોધ પક્ષો મોંધવારીને લઇ સરકારની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી હ્યાં હતાંવિપક્ષના પ્રદર્શન અને સુત્રોચ્ચાર વચ્ચે સરકારનો પક્ષ જાણવા પર્યટન મંત્રીથી સવાલ જવાબ કરવામાં આવ્યા હતાં આ દરમિયાન તેમણે આ અજીબોગરીબ નિવેદન આપ્યું
નારાયણ પ્રસાદે ત્યાં સુધી કહી દીધુ કે મોંધવારીથી કોઇ ખાસ ફર્ક પડતો નથી તેનાથી જનતા પરેશાન નથી લોકોને તેની આદત છે આ ઉપરાંત તેમણે કહ્યું કે સામાન્ય જનતા ગાડીથી નહીં પરંતુ બસમાં જાય છે આથી સામાન્ય લોકોને વધતા ભાવોથી કોઇ પરેશાની થઇ રહી નથી
તેમણે કહ્યું કે બજેટ આવે છે તો મોંધવારી પર થોડી અસર પડે છે સામાન્ય લોકોને ધીરે ધીરે તેની આદત થઇ જાય છે અને જનતા પર તેની આંશિક અસર જ પડે છે તેમણે કહ્યું કે વધતી મોંધવારીનો વિરોધ સામાન્ય જનતા નહીં પરંતુ નેતા કરી રહ્યાં છે.
એ યાદ રહે કે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં વધારો જાેવા મળી રહ્યો છે. કેટલાક રાજયોમાં તો પેટ્રોલની કીંમત ૧૦૦ રૂપિયાને પાર જતી રહી છે આવામાં તેલની કીમતોને લઇ સામાન્ય જનતા ત્રસ્ત છે અને નેતા મસ્ત છે