મોંધવારીના વિરોધમાં રાજયસભામાં વિરોધ પક્ષોનો હંગામો ,કાર્યવાહી સ્થગિત કરાઇ

Files Photo
નવીદિલ્હી: સંસદમાં આજે બજેટ સત્રનો બીજાે તબક્કો શરૂ થયો હતો.રાજયસભામાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના સભ્યોએ પેટ્રોલ ડીઝલ અને ઘરેલુ રસોઇ ગેસની કીમતોમાં સતત થઇ રહેલ વધારાને લઇ હંગામો કર્યો હતો વિરોધ પક્ષોએ તેને જવલંત વિષય બનાવતા તેના પર ચર્ચા કરાવવાની માંગ કરી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતાં જેને કારણે રાજયસભામાં ભારે હંગામો થયો હતો અને તેને જાેતા રાજસભાની કાર્યવાહી પહેલા ૧૧ વાગ્યા સુધી ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સભાપતિ એમ વૈકેયા નાયડુએ શૂન્યકાળમાં કહ્યું કે તેમને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન તરફથી નિયમ ૨૬૭ હેઠળ કાર્ય સ્થગન નોટીસ મળી છે જેમાં તેમણે પેટ્રોલિયમ ઉત્પાદનોની કીમતોમાં વધારા પર ચર્ચાની વિનંતી કરી છે નાયડુએ કહ્યું કે તેમણે તેનો સ્વીકાર કર્યો નથી કારણ કે સભ્ય વર્તમાન સત્રમાં વિનિયોગ વિધેયક પર ચર્ચા દરમિયાન અને અન્ય પ્રસંગો પર આ સંબંધમાં પોતાની વાત રાખી શકે છે. એ યાદ રહે કે નિયમ ૨૬૭ હેઠળ ગૃહમાં સામાન્ય કામકાજ સ્થગિત કરી કોઇ જરૂરી મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.
સભાપતિ તરફથી પેટ્રોલ ડીઝલ અને રસોઇ ગેસની કીમતોના મુદ્દા પર ચર્ચાની મંજુરી નહીં મળવા પર વિરોધ પક્ષોના સભ્યોએ પાટલીઓ ઉપર ઉભા થઇને સુત્રોચ્ચાર કર્યા હતાં આથી ગૃહમાં હંગામો થયો હતો.આ દરમિયાન કેટલાક સભ્યો ઉપસભાપતિની ખુરશીની પાસે આવીનો સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં ઉપસભાપતિએ તેમને પોતાની બેઠક પર પાછા જવા અને હંગામો નહીં કરવા જણાવ્યું હતું પરંતુ વિરોધ પક્ષોના સભ્યોએ તેમની વાત સાંભળી ન હતી અને સુત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતાં
જેથી ઉપરસભાપતિએ ગૃહની કાર્યવાહી સવારે ૧૦ વાગ્યાથી લઇ ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જયારે ફરી ૧૧ વાગે બીજીવાર ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે પણ વિરોધ પક્ષોએ ફરીથી પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને લઇ હંગામો કર્યો હતો અને ઉપસભાપતિની શાંત રહેવાની અપીલ છતાં હંગામો ચાલુ રાખ્યો હતો આથી ગૃહની કાર્યવાહી બીજીવાર એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
એ યાદ રહે કે બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે ઉપસભાપતિ નાયડુએ કહ્યું કે ઉચ્ચ ગૃહમાં સભ્ય વિવિધ રીતે પગધી અને અંગવસ્ત્ર પહેરી આવે છે તેમણે સલાહ આપતા કહ્યું કે સભ્યોએ પોતાની પાર્ટીના ચિન્હન ગૃહમાં પ્રયોગ કરવો જાેઇએ નહીં આ સાથે જ સ્પષ્ટ કર્યું કે તેમણે કોઇ સભ્ય વિશેષને સંબોધીને આ વાત કહી નથી નાયડુએ કહ્યું કે કયારેક કયારેક મને એ જાણી આશ્ચર્ય થાય છે કે સાંસદ દિલ્હીમાં છે
પરંતુ સંસદની કાર્યવાહીમાં ભાગ લેતા નથી આ દરમિયાન તેમણે સંસદ સભ્યોને ગૃહમાં હાજર રહેવાની અપીલ કરી હતી.
નાયડુએ રાજયસભાના કામકાજની બાબતમાં ઉલ્લેખ કરતા કહ્યું કે આ વર્ષ રાજયસભાના ૩૯ એવા સભ્ય હતાં જેમણે આ સમિતિઓની તમામ બેઠકોમાં ભાગ લીધો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ આ સમિતિઓની બેઠકમાં લોકસભાના સભ્યોની ઉપસ્થિતિમાં કમી આવી છે
આ વર્ષ આ સમિતિઓની બેઠકમાં સભ્યોની ઉપસ્થિતિ ઘટી ૪૨ ટકા થઇ ગઇ છે જે ગત વર્ષ ૪૮ ટકા હતાં તેમણે કહ્યું કે કેટલાક સભ્ય એવા પણ છે જેમણે કોઇ સમિતિની બેઠકમાં ભાગ લીધો નથી નાડુએ આ સમિતિઓની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પાર્ટીઓના સભ્યોની ઓછી હાજરી પર ચિંતા વ્યકત કરી સાથે જ સંબંધિત પાર્ટીઓને તેના પર ધ્યાન આપવાની વાત કહી છે.
એ યાદ રહે કે દેશમાં પેટ્રોલ ડીઝલની સાથે રસોઇ ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે સામાન્ય નાગરિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પહેલા કોરોના અને ત્યારબાદ વધતી મોંધવારીએ નાગરિકોની કમર તોડી નાખી છે. વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ મોંધવારીના મુદ્દા પર મોદી સરકારને સતત નિશાન પર લઇ રહી છે. કોંગ્રેસનું કહેવુ છે કે મોદી સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે તે માત્ર બે ચાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે મોદી સરકારની નીતિઓને કારણે જ દેશમા ંબેરોજગારી ઘટી રહી છે યુવાનો બેકાર થઇ રહ્યાં છે નાના નાના વેપારીઓના ધંધા બંધ થઇ રહ્યાં છે અર્થવ્યવસ્થા ખાડે ગઇ છે અને હવે મોંધવારીએ માજા મુકી છે.