Western Times News

Gujarati News

મોંધવારીને લઇ યોજના જાહેર કરવા છોટુ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગાંધીનગર, ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ને મોંઘવારી મુદ્દે પત્ર લખ્યો છે. જેમાં જીવન જરૂરી વસ્તુના ભાવ વધારા મુદ્દે સવાલ કરાયા છે. છોટુ વસાવાએ કહ્યું છે કે, મોંઘવારી માં રાહત મળે એવી કોઈ યોજના લાવો. આ મામલે દેશના વડાપ્રધાન મોદીને પણ જાણ કરવામાં આવે. આ સાથે એક એવી અપીલ કરી છે કે, જેમ કોરોનાની વેક્સીન લાવ્યા એમ યોજનારૂપી મોંઘવારી વેક્સિનનું સંશોધન કરો.

છેલ્લા બે વર્ષથી રાજ્યભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સરકાર ઈચ્છે તો ગમે એવી સ્થિતિ માં કાયમી ધોરણે સમસ્યાનો નિવેડો લાવી શકે છે. મારી અપીલ છે કે, મોંઘવારીને કાબૂમાં લાવવા માટે કોઈ યોજનાથી રાહત આપવામાં આવે. લોકોના જીવનમાં સુખાકારીની વેક્સીન દેવામાં આવે. કોરોનાથી બચી ગયેલા લોકોને મોંઘવારીથી બચાવો. આ બાબતે દેશના વડાપ્રધાન મોદીને લેખિતમાં અથવા ટેલિફોનથી ખાસ જાણ કરવામાં આવે.

જાેકે, છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં વધી રહેલા ભાવને કારણે નોકરિયાત અને મધ્યમવર્ગ પરેશાન થયો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય છોટું વસાવાએ કહ્યું હતું કે, કોરોનાને નાથવા માટે દેશની બે મોટી અગ્રણી કંપનીઓ તરફથી કોવેક્સિન તથા કોવિશિલ્ડ તૈયાર કરવામાં આવી હતી.

ગુજરાત સરકારનું વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં મોંઘવારી સાતમા આસમાને છે ત્યારે મારી અપીલ છે કે, રાહત રૂપી યોજના જાહેર કરો. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના અંણખી ગામે ૭ આદિવાસી પરિવારો ગણેશ સ્થાપના કરીને પૂજન કરી રહ્યા હતા.

એ સમયે ગામના સરપંચ તથા અન્ય લોકોએ એકઠા થઈને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાતિ સંબંધીત શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. અસ્પૃશ્યતા આજના સમયે પણ પ્રવર્તી રહી છે. આ બાબતે સરકાર તરફથી શું પગલા ભરવા જાેઈએ એ સ્પષ્ટ થવું જાેઈએ.

મોંઘવારી અને આ બાબતને ધ્યાને લઈને રાજ્યના હિતમાં પગલાં લેવા ધારાસભ્ય છોટુ વસાવાએ ખાસ અપીલ કરી છે. જાેકે, રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે પ્રજા પણ ત્રસ્ત છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા બાદ ખાદ્ય તેલમાં પણ ભાવ વધારો થતા પ્રજાની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.