મોઝામ્બિક: ફૂટબોલ ગ્રાઉન્ડમાં 50 લોકોની નિર્મમ હત્યા, માથા કાપી શરીરના ટુકડા કરી જંગલમાં ફેંકી દેવાયા
મોઝામ્બિકમાં એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે જેમાં ISIS ના કટ્ટરપંથીઓ દ્વારા એક ફૂટબોલ મેદાનમાં 50 થી વધુ લોકોના માથા કાપી હત્યા કરવામાં આવી. બાદમાં તેમના શરીરના ટુકડા કરી દેવાયા હતા. એટલું જ નહિ ગામની મહિલાઓને બંધક બનાવી દેવામાં આવી.
વધુમાં, અન્ય સમૂહના લોકોના ઘરો પણ સળગાવી દેવામાં આવ્યા. એક આંતરરાષ્ટ્રીય અખબારના અહેવાલ મુજબ આ ઘટના પાછા ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલ કટ્ટરપંથીઓનો હાથ હોઈ શકે છે.
અન્ય એક આંતરરાષ્ટ્રીય અખબારના જણાવ્યા મુજબ, બંદૂક ધારીઓએ ગામ પર હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન ‘અલ્લાહ હું અકબર’ના નારા લગાવ્યા હતા. મોઝામ્બિક પોલીસે સમગ્ર મામલે જણાવ્યું છે કે હુમલાખોરોએ ઘરોને પણ આગ લગાવી દીધી હતી અને બચીને ભાગી રહેલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.