મોટર વ્હીકલ એકટમાં આવી રહેલા સુધારા
ટ્રાફિક નિયમન ભંગ કરનારને ભારે દંડ તથા જેલની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મોટર વ્હીકલ એકટમાં આવી રહેલ સુધારામાં દંડની જે પ્રવર્તમાન રકમ હોય છે. તેના કરતાં અનેક ગણી વધારી દીધી છે. મોટર ડ્રાઈવીંગની સર્વિસોએ વાહનચાલક બેલ્ટ ન પહેર્યોહોય તો અત્યારે માત્ર રૂ.૧૦૦/- નો જ દંડ લેવામાં આવે છે તે નવો કાયદો અમલમાં આવનાર છે. તે દંડ વધારીને રૂ.૧૦૦૦ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભામાં આ બીલ મંજુર તો થઈ ગયું હતું. પરંતુ રાજયસભામાં ખરડો પસાર થાય તે પહેલાં જ લોકસભાની ટર્મ પુરી થઈ ગઈ તેથી રાજસભામાં તે ખરડો પસાર થઈ શકયો ન હતો.
તાજેતરમાં મળેલ કેન્દ્રીય કેબીનેટની મિટીંગમાં નવો મોટર વ્હીકલ એકટને મંજુરી આપવામાં આવીછે. નવા કાયદામાં ટ્રાફીકનિયમન ભંગના એકાએક પગથીયામાં દંડનો વધારો કરવામાં આવ્યો છે. સગીર બાળકો જે ડ્રાઈવીંગ કરતા ઝડપાય છે. તેમને અત્યાર સુધી માત્ર ચેતવણી આપી છોડી દેવામાં આવતા પરંતુ હવે જા હવે પકડાશે તો તેના વાલી અથવા મોટરના માલિકને રૂ.રપ૦૦૦ નો દંડ૩ વર્ષની જેલ પણ થશે.|
એકટમાં સુધારો કરવાથી, અવારનવાર ટ્રાફિક નિયમોના ભંગ કરનાર ચેતશે તથા ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે તેમ સુત્રો જણાવે છે. લાયસન્સ વગરનો વાહનચાલકો વાહન ચલાવતા ઝડપાશે તો તેમને રૂ.પ૦૦૦ દંડ ફટકારવામાં આવશે. તેવી જ રીતે બેફામ ગતિએ દોડાવતા વાહનોના વાહનચાલકો ભારે દંડ ચુકવવો પડશે.
સુધારેલ કાયદામાં દંડની સુચિત રકમ નીચે મુજબ હશે તેમ સુત્રો જણાવે છે. સીટ બેલ્ટ વગર વાહન ચલાવનાર વાહનચાલકને હાલમાં લેવાતો દંડ રૂ.૧૦૦ સુચિત દંડની રકમ રૂ.૧૦૦૦ હેલ્મેટ વગર વાહનચાલકમાટે રૂ.૧૦૦, રૂ.૧૦૦૦ લાયસન્સવગર વાહન ચલાવનાર રૂ.પ૦૦ રૂ.પ૦૦૦, નશામાં વાહન ચલાવનાર વાહનચાલકો રૂ.ર૦૦૦ રૂ.૧૦,૦૦૦, ઓવર લોડીંગ માટે રૂ.ર૦૦૦ અથવા વધારાના ટન માં રૂ.ર૦૦૦ રૂ.ર૦,૦૦૦ તથા રૂ.ર૦,૦૦૦ બેફામ ગતિએ વાહન ચલાવવા માટે રૂ.પ૦૦ રૂ.પ૦૦૦, સગીર વયનોને વાહન ચલાવવા માટે માત્ર ચેતવણી રૂ.રપ,૦૦૦ દંડ તથા વાલી કે મોટર માલિકને જેલની સજા. સુચિત કાયદા અનુસાર વાહનચાલકોને ભારે દંડ ભરવો મુશ્કેલ બને તથા ટ્રાફિક નિયમન ભંગના ગુન્હાઓ ઓછા બને તેજ આ કાયદા સુધારાનો હેતુ છે.