મોટર વ્હીકલ એક્ટના અમલની જાહેરાતના પગલે વાહનચાલકોની દોડધામ
(પ્રતિનિધિ) ભરૂચ, મોટર વ્હીકલ એક્ટ ના અમલ ની જાહેરાત કરાતા ભરૂચ ના વાહન ચાલકો માં દોડધામ મચી જવા પામી છે.પીયુસી સેન્ટરો પર લાંબી લાંબી લાઈનો વહેલી સવાર થી જ જોવા મળી રહી છે. નોટબંધી દરમ્યાન જે રીતે બેંકો પર નોટો જમા કરાવવા અને લેવા જે રીતે લાંબી લાંબી લાઈનો પડી રહી હતી કઈંક અંશે તેવું જ નવા મોટર વ્હીકલએક્ટ ના અમલ ની જાહેરાત કરવામાં આવતા જ વાહન ચાલકો પીયુસી સેન્ટર પર વાહન ચાલકો કલાકો સીધી લાઈનો માં ઉભા રહે છે.
ભરૂચ શહેર માં સાત થી આઠ જ પીયુસી સેન્ટરો છે જે પણ અત્યાર સુધી ખાલી રહેતા હતા અને દિવસ દરમ્યાન માંડ ૫૦ પીયુસી કાઢવામાં આવતા હતા.પરંતુ હવે નવા મોટર વ્હીકલ એક્ટ નો અમલ ૧૬ મી સપ્ટેમ્બર થી થવા જઈ રહ્યો છે.તેના પગલે પીયુસી સેન્ટરો પર વહેલી સવાર ના પાંચ વાગ્યા થી જ વાહનો સાથે લોકો ઉમટી રહ્યા છે.જેથી પીયુસી સેન્ટર ના સંચાલકો ને પણ લાઈન માં વાહન ચાલકો રહે તે માટે બેરીકેટ જેવી વ્યવસ્થા કરી પડી રહી છે અને તે અંગે માઈક દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે.ટુ વ્હીકલના ધસારો જોતા ફોર વ્હીકલ ના પીયુસી માટે પાણી આવવા પણ જણાવી દેવાય છે.તો સ્થળ પર જ ઈન્સ્યુરન્સ માટે ની પણ વ્યવસ્થા પીયુસી સેન્ટર પર ઉભી કરી દેવામાં આવી છે.
કલાકો સુધી પીયુસી માટે લાઈન માં ઉભા રહેતા વાહન ચાલકો કાયદો અમલ કરવા તૈયાર છે પરંતુ વાહનો ની સંખ્યા ને ધ્યાન માં લઈ પીયુસી સેન્ટરો ની સનાખ્ય વધારવા માંગણી કરી રહ્યા છે જેથી સરળતા થી પીયુસી સર્ટીફીકેટ મળી શકે.આ ઉપરાંત હેલ્મેટ ના અમલ સામે પણ લોકો માં નારાજગી જોવા મળી રહી છે.શહેર વિસ્તાર માં હેલ્મેટ આવશયક ન હોવાનું જણાવી તેમાંથી છૂટ આપવામાં આવે તેમ પણ કહી રહ્યા છે.
સમયાંતરે કાયદા નો દંડો ઝીંકી શિસ્ત કેળવાઈ તે માટે પ્રજા ને દોડતી રાખવામાં આવે છે પરંતુ તેના અમલ પર્વે ની તૈયારી અધૂરી હોવાથી પ્રજાજનો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હોવાનું લાગે છે.*