Western Times News

Gujarati News

મોટા ઈન્ફ્રા પ્રોજેક્ટસને ફંડ આપવા નવી નેશનલ બેંક ઊભી કરવા ર્નિણય

પ્રતિકાત્મક

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંક બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા સંસ્થા નામ આપવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે સરકારે બજેટમાં જ આ પ્રકારની બેંક બનાવવાની જાહેરાત કરી હોવાની માહિતી આપી હતી જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે. સીતારામણના કહેવા પ્રમાણે નાણા વિકાસ સંસ્થા દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સને ફંડ કરવાનું કામ કરશે. આ નવી સંસ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે.

હાલ એક બોર્ડની રચના કરવામાં આવશે જે ભવિષ્યના ર્નિણયો લેશે. જાે કે સરકાર તરફથી ૨૦ હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક ફંડ આપવામાં આવશે. આ બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે અને તે રીતે તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી થોડા વર્ષોમાં ૩ લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે.

તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળશે. તેમાં મોટા સોવેરિઅન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે. હકીકતે કોઈ જૂની બેંક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહોતી. આશરે ૬,૦૦૦ જેટલા ગ્રીન બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે જેને ફન્ડિંગની જરૂર છે. આ કારણે જ આવી સંસ્થા બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.