મોટા પ્રવાસ પહેલા કોઈના ઉપર આંગળી ચીંધવી યોગ્ય નથી: કપિલ દેવ
નવીદિલ્હી, વિશ્વ કપ વિજેતા ભારતના પૂર્વ કપ્તાન કપિલ દેવનું માનવું છે કે કેપ્ટનશીપના મુદ્દે બીસીસીઆઈ સાથે મતભેદ સપાટી લાવતા ઈરાત કોહલીનું નિવેદન ખોટા સમયે આવ્યું છે. તેનાથી દક્ષિણ આફ્રિકાના મહત્વના પ્રવાસ પહેલા જ બિનજરૂરી વિવાદ ઉભો થયો છે.
દક્ષિણ આફ્રિકા જતા પહેલા મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના તે નિવેદનને ખોટો ગણાવ્યો કે બોર્ડે તેમને ટી-૨૦ ટીમની કપ્તાની ન છોડવા કહ્યું હતું. આ નિવેદનથી કોહલી અને બીસીસીઆઈ વચ્ચેનો તણાવ જગજાહેર થઇ ગયો છે.
કપિલે કહ્યું, ‘આ સમયે કોઈની સામે આંગળી ચીંધવી યોગ્ય નથી. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ આવી રહ્યો છે અને તેના પર ધ્યાન આપવું જાેઈએ.’ તેમણે કહ્યું, ‘હું કહીશ કે બોર્ડ અધ્યક્ષ તો બોર્ડ અધ્યક્ષ છે જાેકે ભારતીય ટીમના કપ્તાન હોવું પણ એક મોટી વાત છે.
એકબીજા અંગે જાહેરમાં ખરાબ નિવેદનો આપવા યોગ્ય નથી. ભલે તે કોહલી હોય કે ગાંગુલી.’ ભારતમાં ૧૯૮૩માં વિશ્વ કપ જીતાડનાર કપિલે કોહલીને સ્થિતિ પર નિયંત્રણ કરીને દેશ અંગે વિચારવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘તમે પરિસ્થિતિને નિયંત્રણ કરો. સારું છે કે તમે દેશ અંગે વિચારો. જે ખોટું છે તે સામે આવી જ જશે પરંતુ એક પ્રવાસ દરમ્યાન વિવાદ ઉભો કરવો યોગ્ય નથી.
કોહલીની કપ્તાનીમાં ભારતીય સ્ટેટ ટીમ ગુરુવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઇ ગઈ છે જય ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરીયનમાં પહેલી ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ત્રણ વનડે મેચની સિરીઝ પણ રમશે. બીસીસીઆઈએ કોહલીના નિવેદન પર હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપી.HS