મોટા ફોફળીયામાં દેશભરની ૫૦ દિવ્યાંગ મહિલાઓનો ૧૫ દિવસય ક્રિકેટ કેમ્પ યોજાયો
વડોદરા, દિવ્યાંગ મહિલા ક્રિકેટને પ્રોત્સહન આપાવા ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા અને કોચ નિતેન્દ્ર સિંહએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યાં છે. આ માટે દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ૧૫ દિવસય ક્રિકેટ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં દેશભરની ૫૦ દિવ્યાંગ મહિલાઓ ભાગ લીધો હતો. જેની ફળશ્રૃતિના ભાગરૂપે ગુજરાતની ૬ દિવ્યાંગ મહિલા ખેલાડી ઇન્ડિયા-એમાં સ્થાન પામી છે અને ઇન્ડિયા-બીમાં ૫ ખેલાડીઓનો સમાવેશ થયો છે. તેમજ માર્ચ-૨૦૨૦માં દિવ્યાંગ મહિલાઓની બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ ત્રણ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ મોટા ફોફળીયા, વડોદરા અને કલકત્તા ખાતે રમાશે.
દિવ્યાંગ મહિલા ક્રિકેટર્સના પોત્સાહક બનેલા ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું કે, દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને સમાજમાં સન્માનજનક સ્થાન મળે અને પગભર થઈ શકે તેમજ વડાપ્રધાન મોદીના મહિલા સશક્તિકરણના અભિયાનને આગળ ધપાવવા ૧૫ દિવસીય ક્રિકેટ કેમ્પનું મોટા ફોફળીયા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે આ કેમ્પમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, રહેવાની, જમવાની સહિતની સુવિધા પૂરી પાડવા બદલ સી.એ. ર્લનિંગ ઇન્સ્ટિસ્યુટના સંચાલક જીતેન્દ્રભાઈ પટેલ અને મેઘનાબેન આભાર માન્યો હતો. તેમજ દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને ક્રિકેટની સાધન સામગ્રી પૂરી પાડવા બદલ બરોડા ક્રિકેટ એસોસિએશનનો આભાર પ્રગટ કર્યો હતો.
બરોડા ડિસેબલ ક્રિકેટ એસોસિયેશનના ચેરમેન અને કોચ નિતેન્દ્ર સિંહએ જણાવ્યું કે, બ્લાઇંડ, ફીઝીકલી જેવી ડિસેબિલીટી ધરાવતા ખેલાડીઓને એક અમ્રલા હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ દિવ્યાંગ મહિલા ક્રિકેટરોની પ્રતિભાને ઉજાગર કરવા તેમની ડિસેબીલીટીને ધ્યાનમાં રાખીને કોચિંગની ટેકનિક વિકસાવામાં આવી છે. તે મુજબ તેમને કોચિંગ આપવામાં આવ્યું છે. આમ, દિવ્યાંગ ક્રિકેટનો દેશ સાથે ગુજરાતમાં વ્યાપ વધે તેના પ્રયાસ કરવામાં આવશે. બરોડા ડિસેબલ ક્રિકેટ એસોસિેએશન અને દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી માસમાં ચાર રાજ્યોની વિકલાંગ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.