મોટા વરાછા ખાતે મગરે એક શ્વાનનો શિકાર કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
વડોદરા ખાતે આવેલી વિશ્વામિત્ર નદીને એમ તો મગરોનું ઘર કહેવામાં આવે છે અને આ નદીથી લોકો દૂર રહે છે
સુરત: સુરત શહેરના લોકો તાપી નદી કિનારે જાવ તો ચેતજાે કેમ કે, વડોદરાની નદીની જેમ સુરતની નદીમાં પણ મગર દેખાવા લાગ્યા છે. જાેકે આજે સુરતના મોટા વરાછા ખાતે એક મગરે એક શ્વાનનો શિકાર કર્યો છે અને આ વિડીયો સ્થાનિક લોકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. ગુજરાતના વડોદરા ખાતે આવેલી વિશ્વામિત્ર નદી આમ તો મગરોનું ઘર કહેવામાં આવે છે અને આ નદીથી લોકો દૂર રહે છે, ત્યારે હવે સુરતની નદીમાં પણ કઈ આવું જાેવા મળી રહ્યું છે. સુરતની તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી મગર હોવાની વાત સામે આવી રહી છે. સુરતના પાલ વિસ્તારમાં આજથી એક વર્ષ પહેલા મગર દેખાયા બાદ ફાયર વિભાગ દ્વારા તેને પકડી પાડવાનો પ્રયાસ કાર્યો હતો, ત્યારબાદ મગર અચાનક ગાયબ થઇ ગયો હતો. આ સિવાય આજથી આઠ મહિના પહેલા એક મગર વિયસ કોઝવેથી ચોક બજાર વચ્ચે દેખાયો હતો. આ પણ ફાયર વિભાગ પકડે તે પહેલા મગર ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.
જાેકે આજે ફરી એક મગર સુરતના મોટા વરાછા ખાતે આવેલ રિવર હાઇટ્સની સામેના કિનારે જાેવા મળ્યો હતો. જાેકે આ મગર સ્થાનિક લોકો જાેતા હતા અને પોતાના મોબાઈલમાં કેદ કરતા હતા, ત્યારે જ મગર દ્વારા કિનારા પર રહેલ એક શ્વાનને પોતાનો શિકાર બનાવીને ગણતરીની સેકન્ડમાં નદીમાં જતો રહ્યો હતો. આ જાેઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જાેવા માંડ્યો હતો. આ લોકોએ શહેના લોકોને નદી કિનારેથી દૂર રહેવા માટે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે,
ત્યારે આ વીડિયોને લઈને શહેરના લોકોમાં કુતુહલ સર્જાયું છે. સુરતની તાપી નદીમાં આમ તો ૩ થી ૪ મગર હોવાની વાત છેલ્લા ૩ વર્ષથી ચાલી આવે છે અને આનાથી કોઈને નુકસાન થયું નથી, ત્યારે પ્રથમ વખત વખત શ્વાનનો શિકાર કરતા આગામી દિવસમાં લોકો પર હુમલો કરી શકે છે, જેને લઈને ફાયર વિભાગ સાથે વન વિભગના અધિકારીઓ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને મગરની તપાસ શરૂ કરવામાં આવી છે.