Western Times News

Gujarati News

મોટી ઇસરોલના ઉધોગપતિને સોલાર ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરવા માટે સન્માન

સોલાર ઉધોગક્ષેત્રે સોલાર એનર્જી લક્ષની સિદ્ધિ હાંસલ કરવા માટે મોટી ઇસરોલના ઉધોગપતિ નિખિલ એચ.પટેલનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

(પ્રતિનિધિ) મોડાસા, છેલ્લા ૧૨ વર્ષમાં સોલાર એનર્જી દ્વારા વીજ વપરાશ કરતા ગ્રાહકોના લાખો રૂપિયા બચાવનાર મોડાસા તાલુકાના મોટી ઇસરોલના ઉધોગપતિ યુવાન નિખિલ એચ.પટેલે સોલાર એનર્જી લક્ષની સિદ્ધિ હાંસલ કરતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમનું શિલ્ડ આપી મહાસન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોતાની, યૂરો પ્રિમિયમ સોલાર સિસ્ટમ પ્રા. લિ. નું મહાસન્માન અંગે પરિચય આપતા આ કાર્યકમમાં ઉદઘોષક દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ યૂરો પ્રિમિયમ સોલાર સિસ્ટમ પ્રા. લિ. ગુજરાતની ગ્રીન એનર્જી સોલ્યૂશન પ્રોવાઈડર કંપની છે. અમે આ કંપની વર્ષ ૨૦૧૦થી આ અમદાવાદમાં કાર્યરત છે.

તેમણે કહ્યું કે લોવોટથી મેગાવોટ સુધીના રૂફટોપ સોલ્યૂશન સાથેના લાર્જ, મીડિયમ અને સ્મોલ સોલાર પ્લાન્ટ પ્રોવાઈડ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના સોલાર એનર્જીના લક્ષ્યને પૂર્ણ કરવામાં આ કંપની પોતાનું મોટું યોગદાન આપી રહી છે.

આ કંપની પી શ્ એન એન્જિનિયરિંગ એન્ડ માર્કેટિંગ ગ્રુપનો હિસ્સો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સર્વિસ નેટવર્ક ધરાવતી અને  GUNVL, GEDA, MNRE,  MEDA સરકારી સંસ્થાઓ સાથે કામ કરતી એમ્પેનલ ગુજરાતની ૧૨ વર્ષથી પણ વધારે જુની, પ્રતિષ્ઠિત, અનુભવી અને સૌથી વધુ વિશ્વશનીય કંપની છે.

અને ૧૫૦૦૦ થી પણ વધારે વિવિધ સોલર સિસ્ટમ ના સફળ ઈન્સ્ટોલેશન સાથે ૯૯% ગ્રાહકોને સંતોષ આપતી કંપની છે.સાથે આજે કંપની ભારત ની નંબર ૧ કંપની ટાટા પાવર ના ચેનલ પાર્ટનર પણ છે અને સોલાર ક્ષેત્રે ખૂબ ખૂબ સારું કામ કરી રહી છે..
આજે મુખ્યમત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાસન્માન કાર્યકમમાં એવોર્ડ મેળવનાર નિખુલ એચ.પટેલ અને શ્રીમતી .બિનલ પટેલના સન્માનના પ્રત્યુત્તરમાં યુવાન ઉધોગપતિ નિખિલ એચ.પટેલે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આ સન્માન અમારી સમગ્ર ટીમનું સનમાં છે અને અમારી આખી ટીમની ૧૨ વર્ષ ની મહેનત નું પરિણામ છે..

કોરોનાની વૈશ્વિક મહામારીને અતિ સંકટના કપરી પરિસ્થિતિમાં અમે અડગ રહી ખૂબ મહેનત કરી કંપની અને એની ટીમે સતત કામ કરતા રહીને જન સેવા ચાલુ રાખતા આજે આ ખૂબ ઊંચા લેવલે કંપનીને પહોંચાડી છે.

આ અગાઉ ૨૦૨૧ ના વર્ષમાં પણ અમારું સન્માન શ્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ અને બીજી વાર અમારું અને કંપનીનું આજે મહાસન્માન થયું એ..અમારી ટીમ માટે ખૂબ સૌભાગ્યની અને ગૌરવની વાત છે..

વધુ.માં નિખિલભાઈએ જણાવ્યું કે અમે હંમેશા સૌથી બેસ્ટ મેક અને બ્રાન્ડ સાથે રાખી ને ગ્રાહક ને સૌથી બેસ્ટ પ્રોડક્ટ , સર્વિસ અને ક્વોલિટી આપવા માટે કટિબદ્ધ છીએ..

અંતમાં તેમણે કહ્યું કે ને ખરા અર્થમાં પૈસા અને પર્યાવરણનું જતન કરીએ..અમારી ટીમ ની ખાસિયત એ છે કે અમારા દ્વારા હજારો ગ્રાહક ને એક પણ રૂપિયો ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યા વગર અમારી ટીમે લાખો રૂપિયાના લાઈટ બીલ બચાવ્યા છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.