મોટી કુંકાવાવમાં રામચરિત માનસ કથાનું આયોજન

મોટી કુંકાવાવમાં આવેલી ખાખી મહારાજની જગ્યામાં મનોજભાઇ જાષીના વ્યાસાસને રામચરિત માનસ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં રામ જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.
કથામાં હાજર રહેલા મહાનુભાવોએ મનોજભાઇ જાષીનું પુષ્પ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કથામાં સરપંચ સંજયભાઇ લાખાણી, દેવાભાઇ પટેલ, અરવિંદભાઇ સોની, મહેન્દ્રભાઇ જાષી, હેમલતાબેન જાષી, રસીકલાલ ભટ્ટ, શૈલેષભાઇ, પી.ડી. ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઇ જાષીએ કર્યું હતું.